સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. મંત્રી ઇશ્વર પરમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રસે વિરોધ કર્યો. ત્યારે કોંગ્રેસે બારડોલી સ્વરાજ આશ્રમ સામે ધરણા કર્યા હતા.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના રાજીનામાની માંગ સાથે ધરણા કર્યા હતા. મંત્રાલયના ઓડીટર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં પૂરતી હાજરી ન હતી છતાં પૂરતી હાજરી બતાવાઈ હતી.
જણાવી દઈએ કે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ઓડિટર દ્વારા કૌશલ્ય વર્ધન કેન્દ્ર વિષે સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં પૂરતી હાજરી ન હોવા છતાં પણ, પૂરતી હાજરી દર્શાવાઈ હતી. જે મુદ્દે કોંગ્રેસ દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધરણાં યોજવામાં આવ્યા હતા.