- ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક
- મોરબી હોનારતને પગલે નિર્ણય
- રાજ્યભરમાં શોકાંજલિનાં યોજાશે કાર્યક્રમ
- સરકારી ઈમારતો પર અડધી કાઠીએ ફરકાવાશે ધ્વજ
- સરકારી જાહેર સમારંભો યોજાશે નહીં
- અગાઉ PMની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
- રાજ્યવ્યાપી શોક પાળવાનો લેવાનો હતો નિર્ણય
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે. અમદાવાદના ટાગોર હોલમાં દિવંગત આત્માઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઘટના મામલે મંતવ્ય ન્યુઝે પણ શ્રદ્વાજંલિનો કાર્યક્રમ વસ્ત્રાપુર રાખવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે.