Not Set/ ગુજરાતમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 22 નવેમ્બરથી થશે શરૂ : જીતુ વાઘાણી

મંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં એકથી પાંચ ધોરણનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ જશે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદ….

Top Stories Gujarat Others
જીતુ વાઘાણી

ગુજરાતમાં આવતીકાલથી ધો.1 થી 5ની ઓફલાઇન વર્ગો શરૂ કરાશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ વિષે જાહેરાત કરવામાં આવી  છે. જૂના SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાલીઓની મંજૂરી સાથે બાળકોને સ્કુલે મોકલી શકાશે. ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી છે. સ્કુલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે. નવા સત્રથી આવતીકાલથી જ શરૂ થશે.

આ પણ વાંચો :કીર્તિદાન ગઢવીની વધુ એક કીર્તિ, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગે.ના બન્યા બ્રાન્ડ એમ્બેસેડેર

જીતુ વાઘાણી એ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં એકથી પાંચ ધોરણનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ જશે. જીતુ વાઘાણી એ આ પત્રકાર પરિષદ સુરતથી સંબોધી હતી.

બાળ મંદિરને લઈને જીતુ વાઘાણી એ કહ્યું છે કે અમે અત્યારે ધોરણ 1થી 5ની જાહેરાત કરી શકીએ, બાકી આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે. જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ ખૂબ ડિમાન્ડ હતી, ધારાસભ્યોશ્રીઓનો આગ્રહ હતો અને મને તો નાના છોકકાઓનાં પણ ફોન આવતા હતા કે સાહેબ અમારે શાળાએ જવું છે. વાઘાણીએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાની સ્થિતિ ન આવે તેવી પ્રાર્થના કરીએ અને વિકાસની ગતિ ચેતનવંતી રહે. કોરોનાની વેક્સિન બાકી હોય તો વેક્સિન પણ લઈ લેજો.

આ પણ વાંચો :આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરતા અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો , નોટિસ પણ

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમા છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શિક્ષણનુ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થયુ છે, અને વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હતા. હવે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં એકથી પાંચવા વર્ગો ધમધમતા દેખાશે. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, એકથી પાંચના વર્ગો આવતી શરૂ થશે.

આપને જણાવી દઈએ કે, ઓફલાઇનની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહશે છે.

આ પણ વાંચો :ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નિર્મલા સિતારામણ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 44  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી.   આજે 4,10,463 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, ગાંધીનગર  કોર્પોરેશનમાં 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 2, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2,  સાબરકાંઠા 2, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 7  અને  વલસાડમાં 4  કોરોનાના  કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યુ હતું કે…