મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને તેમના મૃત્યુ સુધી લોકોએ તેમને પોતાની વ્હીલચેરમાં જ જોયા હતા. તમને જણાવી દઈએ કે ક્રિસ્ટી દ્વારા ટૂંક જ સમયમાં સ્ટીફનની આ વ્હીલચેરની નિલામી કરવામાં આવશે.
એટલું જ નહી પરંતુ તેમના શોધ પત્રો અને તેના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ચીજ વસ્તુઓની પણ હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં ભૌતિકશાસ્ત્રીની લોકપ્રિયતા જોવા મળશે.
સોમવારે સ્ટીફનની કુલ ૨૨ વસ્તુઓની ઓનલાઈન હરાજીની ઘોષણા કરી છે જેમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, તેની સાથે જોડાયેલા રહસ્યો અને કેટલાક પુસ્કારનો સમાવેશ થાય છે. આ હરાજી ૩૧ ઓક્ટોમ્બરથી ૮ નવેમ્બરના રોજ થશે.
માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં મોટર ન્યુરોન બીમારીની ખબર જનતા ડોકટરે તેમને જિંદગીના થોડા જ દિવસો બચ્યા છે તેવી આશંકા જણાઈ હતી. પરંતુ તેમણે તે પછી ઘણા વર્ષો સુધી પોતાની વ્હીલચેર પર ભૌતિક ક્ષેત્રે શોધ કરતા રહ્યા હતા.
૧૪ માર્ચ ૨૦૧૮ના રોજ ૭૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
સ્ટીફન હોકિંગ અંગેની આ રસપ્રદ વાતો તમે નહીં જાણતા હોય
બ્લેકહોલ અને બીગબેંગની શોધમાં સિંહ ફાળો આપવા અંગે સ્ટીફન હોકિંગ દુનિયાભરમાં જાણીતા હતા. તેઓએ ભૌતિક શાસ્ત્રમાં ૧૩ ડીગ્રીઓ મેળવી હતી. તેમજ ફંડામેન્ટલ ઓફ ફિઝીક્સ જેવા નામાંકિત એવોર્ડથી લઇને દુનિયાના અનેક જાણીતા એવોર્ડ સ્ટીફનને મળ્યા હતા.
તેઓ પાંચ વર્ષ બાદ જ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં ગણિતના પ્રોફેસર બન્યા હતા જ્યાં આ પદ પર ક્યારેક મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઇન રહી ચૂક્યા છે.
હોકિંગ બીમારીના કારણે તેઓ હરી-ફરી શકતા ન હતા અને હંમેશા વીલ ચેર પર જ રહેતા હતા પરંતુ તેઓ કોમ્પ્યુટર અને તમામ ડિવાઈસ દ્વારા પોતાના શબ્દોને વ્યક્ત કરતા હતા. તેઓએ ભૌતિકશાસ્ત્રમાં ઘણા સફળ પ્રયોગો કર્યા હતા.
સ્ટીફન હોકિંગ માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં amyotrophic lateral sclerosis (ALS) નામની ગંભીર બીમારી થઇ હતી. આ બીમારીના કારણે તેઓના શરીરના અંગોએ ધીરે-ધીરે કામ કરવાનું બંધ કર્યું હતું. હોકિંગ જયારે ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેઓને પગથિયા ચઢવામાં મુશ્કેલી પડતી હતી અને ત્યારબાદ ધીરે-ધીરે આ સમસ્યા એટકી વધી ગઈ હતી કે તેઓ સંપૂર્ણ પેરેલાઈઝ થઇ ગયા હતા. આં બીમારી અંગે ડોક્ટરોએ હોકિંગને જણાવ્યું હતું કે તેઓ ૨ વર્ષથી વધુ સમય નહીં જીવી શકે પરંતુ આ દાવાને તેઓએ ખોટો પાડ્યો હતો અને તેઓએ પોતાનું રિસર્ચ ચાલુ રાખ્યું હતું.