સ્ટીવ સ્મિથને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાની તક મળી હતી. પૃથ્વી શો ઈજાને કારણે આ મેચ રમી શક્યો ન હતો અને તેના સ્થાને સ્મિથને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. સ્મિથે શિખર ધવન સાથે ઇનિંગની શરૂઆત કરી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ 39 રન બનાવ્યા બાદ લોકી ફર્ગ્યુસન દ્વારા ક્લિન બોલ્ડ થયો હતો. સ્મિથે બહાર નીકળતા પહેલા જ કંઈક એવુ કર્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર તેના પર ઘણાં Meme બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – IPL 2021 / ચાલુ મેચમાંં અશ્વિન-મોર્ગન વચ્ચે બબાલ, ફીરકી બોલરે બાદમાં આ રીતે લીધો બદલો, Video
કોલકાતા નાઈટ રાઈડર્સનાં કેપ્ટન ઈઓન મોર્ગને શારજાહમાં રમાઈ રહેલી IPL 2021 ની 41 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેના બોલરોએ તેમના નિર્ણયને એકદમ સાચો સાબિત કર્યો અને દિલ્હીને માત્ર 130 રન પર રોકી દીધી હતી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા સ્ટીવ સ્મિથે આ મેચમાં દિલ્હી માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, જે ઓવરમાં તે આઉટ થયો તે ખૂબ જ રમુજી હતુ. લોકી ફર્ગ્યુસનની તે ઓવરમાં, સ્મિથ પ્રથમ સ્કૂપ શોટ ચૂકી ગયો અને બોલ વાગ્યા પછી તે જમીન પર પડી ગયો હતો. આ પછી તે જમીન પર પડેલો જોવા મળ્યો હતો. સ્મિથનાં ઈજાગ્રસ્ત થયા બાદ મેચ થોડા સમય માટે અટકી ગઈ હતી અને જ્યારે મેચ શરૂ થઈ ત્યારે તે બીજા જ બોલ પર તે ડરતો નજર આવ્યો હતો અને સીધા બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/rishobpuant/status/1442808132451766273?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442808132451766273%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.cricketnmore.com%2Fcricket-news%2Fsteve-smith-failed-to-play-scoop-shot-and-then-got-out-on-next-ball-of-lockie-ferguson-84600
આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક Bad News, વસીમ ખાને PCB નાં CEO પદેથી આપ્યું રાજીનામું
જણાવી દઇએ કે, દિલ્હી કેપિટલ્સની ઇનિંગની 13 મી ઓવર હતી અને ઝડપી બોલર ફર્ગ્યુસન KRR માટે બોલિંગ કરવા આવ્યો હતો. પહેલા જ બોલ પર, સ્કૂપ શોટ રમતી વખતે સ્મિથે પોતાને ઇજા પહોંચાડી હતી. સ્મિથે 34 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે ચાર ચોક્કા ફટકાર્યા હતા. સ્કૂપ શોટ લગાવવાની પ્રક્રિયામાં સ્મિથે પોતાની જાંઘ પર બોલ ફટકાર્યો અને તે પછી મેદાનમાં જ સૂઈ ગયો. તેની જમીન પર પડેલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.