અમદાવાદ,
અમદાવાદના બહેરામપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ખાણીપીણી ની લારી લારી પર જમવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી અને માથાભારે તત્વોએ લારીમાં પણ તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો.
ઘટના ની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ઝોન 6 ના તમામ પોલીસ સ્ટેસનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી અસામાજિક તત્વોની અટકાયત કરી હતી.
કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે ત્યાં આ ઘટના બની છે અગાઉ પણ આ સ્થળ પર આજ રીતે રાયોટીંગની ઘટનાએ આકાર લીધો છે.
વારંવાર રાયોટીંગની ઘટના થવા પાછળના કારણો જાણવા માટે પોલીસ અધિકારી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે.