@વિશાલ મેહતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદનાં શહેરકોટડા વિસ્તારમાં રવિવારની મોડી સાંજે પથ્થરમારાની ઘટનાએ આકાર લીધો હતો. ઘટનાની જાણ થતા શહેરકોટડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જેમાં તપાસ કરતાં બહાર આવ્યું હતું કે ડોસીમિયા ની ચાલી પાસે બે જૂથ વચ્ચે કોઈ નજીવી બાબતે તકરાર થઇ હતી. અને જોતજોતામાં તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થર મારો શરૂ થઈ ગયો હતો. પથ્થરમારામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે પથ્થરમારાની ઘટનાને નિયંત્રણમાં લેવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી છે. અને પથ્થરમારા માં સામેલ અસામાજીક તત્વોને પકડવા કવાયત હાથ ધરી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
Ahmedabad: શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં છવાયો ભય…
Ahmedabad: તમારા CCTV નો સમય અને તારીખ ચોક્કસ રાખજો, નહી તો તમારો સમય બ…
Ahmedabad: નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…