Vadodara News: વડોદરામાં Vadodara ગોરવા મધુનગર રોડ પર વિધર્મીઓએ શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો Stone Pelting કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ બંદોબસ્ત કરાયો હોવા છતાં બંને બાજુ પથ્થરમારો કરાયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ છે.
વડોદરા શહેરમાં ગોરવા મધુનગર રોડ પર આજે શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. માહિતી મુજબ દરમિયાન વિધર્મીઓએ શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે નાસભાગ મચી ગઈ છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારો કરાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
સૂત્રો મુજબ બંન્ને જૂથના ટોળાએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. અનેક વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો, પરિણામે પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી.
જૂથ અથડામણમાં અનેક વાહનો તોડવામાં આવ્યાં છે. ઘટના ઘટતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી છે. ઘટના બાદ વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.
2022માં આણંદના ખંભાત ખાતે રામનવમી પર્વની શોભાયાત્રા દરમિયાન થયેલ કોમી છમકલા થયું હતું. ખંભાત શહેરના શક્કરપુર વિસ્તારમાં રામનવમી પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રા દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા છમકલું કરવામાં આવતા બંને કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે કેટલાય દિવસ સુધી ખંભાત શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
આ પણ વાંચો: અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ
આ પણ વાંચો: વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન