- રાજકોટમાં ગળુ કાપી સાધુની હત્યા
- પરપીપળીયા વિસ્તારનો બનાવ
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
- યુનિ.પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગુજરાત રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ ખાતે વધુ એક હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ મૃતદેહ કોઈ સાધુનો હોય તેમ જણાઇ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના પરપીપળીયા વિસ્તારમાંથી ગળું કપાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક કોથળામાં ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ ભરીને નાખી ગયું હતું. જાણકારી મળતા યુનિવર્સિટી પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં કોથળામાંથી લાશને બહાર કાઢતા અજાણ્યા પુરુષનો મૃતદેહ ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો હતો. આ મૃત વ્યક્તિ સાધુ હોવાનું જણાઈ આવતું હતું.
ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં ઘટના સ્થળે ધસી આવ્યા હતા. અને પોલીસને જાન કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક જ સપ્તાહમાં ચાર હત્યાની ઘટના સામે આવી છે. જેમાં રવિવારની રાત્રિએ ઇંડા ખાવા મામલે હત્યાનો બનાવ સામે આવ્યાના 36 કલાકમાં જ વધુ એક હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
હિન્દુ ધર્મ / પરિણીત મહિલાઓ માંગમાં કેમ લગાવે છે સિંદૂર, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મ / સોનાના ઘરેણા પગમાં કેમ નથી પહેરાતા? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મ / માગશર મહિનામાં કેળાના ઝાડની પૂજા કરવાથી મળે છે શુભ ફળ, આ છે માન્યતા અને ખાસ વાતો
જ્યોતિષ / કયું રત્ન કે ઉપરત્ન કઈ ધાતુની વીંટીમાં પહેરવાથી શુભ ફળ મળે છે?