હડતાળ/ સુરતના સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડૉકટરોની હડતાળ

ડોકટરોની હડતાળ સુરતમાં

Surat
docter સુરતના સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડૉકટરોની હડતાળ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યા છે. એમાં પણ સુરતની હાલત ગંભીર છે.સુરત  મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે 200થી વધુ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. દર્દીઓની સેવા કરનાર ડોક્ટરો આજે મંગળવારે પ્રતિક હડતાલ કરી છે. કોરોના વોર્ડમાં સતત 24 કલાક સેવા આપનારા ઇન્ટર્ન ડોક્ટરની માંગણી છે કે તેમને રહેવા માટે પાલિકા અલગથી વ્યવસ્થા કરી આપે.

ડોક્ટર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેમના પરિવારના સભ્યોને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. હાલ હોસ્પિટલમાં સેવા કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા હોય છે અને પરિવારના સભ્યોને આ સંક્રમણ લાગે તેવી શક્યતાઓ વધારે છે. જેથી અનેક વખત પાલિકાને હોસ્ટેલ અંગેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમની માંગણી પૂર્ણ થઇ નથી.