ગુજરાત/ રાજ્યના 40 હજારથી વધુ ડોક્ટરોની આજે હડતાળ, IMAનું એલાન

ખાનગી હોસ્પિટલો દ્વારા OPD અને ઈમર્જન્સી સેવા સહિત તમામ સારવાર બંધ રાખવામા આવશે. જો દર્દીની હાલત વધુ ગંભીર હોય તો દર્દીએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ ઉપર આધાર રાખવો પડશે.

Top Stories Gujarat
ડોક્ટર રાજ્યના 40 હજારથી વધુ ડોક્ટરોની આજે હડતાળ, IMAનું એલાન
  • રાજ્યભરના તમામ ખાનગી ડોક્ટરો હડતાળ પર
    30 હજારથી વધુ પ્લાન્ડ સર્જરી અટકી પડશે
    OPD-ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ
    ફાયર NOC, ICU માટેના નિયમોનો કરશે વિરોધ
    ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા હડતાળનું એલાન

આજરોજ ગુજરાત રાજ્યના ખાનગી હોસ્પિટલના 40 હજારથી વધુ ડોક્ટરો બંધ પાળશે. જેને પગલે અગાઉથી પ્લાન કરેલી આશરે 30 હજારથી વધુ સર્જરી અટકી પડશે.  તો સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા OPD અને ઈમર્જન્સી સેવા સહિત તમામ સારવાર બંધ રાખવામા આવશે. જો દર્દીની હાલત વધુ ગંભીર હોય તો દર્દીએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ ઉપર આધાર રાખવો પડશે.જો કે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય. ફાયર NOC,  ICU વિગેરેના નિયમો નેલાઈ ખાનગી હોસ્પિટલના તબીબો આજરોજ 22 જુલાઇ શુક્રવારના રોજ એક દિવસીય બંધ પાળશે. આ બંધનું  એલાન ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા આપવા આવ્યું છે.

આજ રોજ તા.22 જુલાઈને શુક્રવારના રોજ રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોકટરો હડતાળ પાડશે. ખાનગી હોસ્પિટલમાં ઓપીડી તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.

સુરત ખાનગી હોસ્પિટલના 3500થી વધુ ડોકટરો હડતાળમાં જોડાયા છે.  ઈમરજન્સી અને ઓપીડી સારવારથી અળગા રહેશે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ વધારાયો છે.

વડોદરામાં  ખાનગી હોસ્પિટલોમાં ડૉક્ટરોનો વિરોધ નોધાવ્યો છે. જાહેર કરેલા નવા નિયમોનો અનુસંધાને વિરોધ નોધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા એક દિવસીય હડતાલમાં 600 ખાનગી હોસ્પિટલના 3300 તબીબો હડતાલ પર ઉતર્યા છે. અને દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલાયા છે.

આસ્થા / રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે ?