Vadodara News:વડોદરાની MS યુનિવર્સિટીનું નામ આજે ફરી એકવાર ચર્ચામાં છે. હંમેશા શિક્ષણના ધામ તરીકે ઓળખાતી આ સંસ્થા આજે વિવાદોમાં ઘેરાયેલી છે. કારણ છે એક વિદ્યાર્થીનું મોત. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જહાંએ આત્મહત્યા કરી લેતા હવે આ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 18 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો છે. સુસાઈડ નોટમાં લખ્યુ છે – કોઈનો વાંક નથી, મેં જાતે જ આ પગલું ભર્યું છે
વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે આમાં કોઈની ભૂલ નથી, મેં જાતે જ આ પગલું ભર્યું છે. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે.
આ બનાવની જાણ ફતેગંજ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતક યુવકની લાશને પોતાના કબજામાં લઈ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 18 વર્ષીય યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. આ યુવક મૂળ પોરબંદરનો હોવાનું બહાર આવ્યું છે અને તેણે આ પગલું ક્યા કારણોસર ભર્યું તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:200 વિદ્યાર્થીઓ સામેના કેસ પરત નહીં ખેંચાય તો MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આંદોલન કરશે
આ પણ વાંચો:MS યુનિવર્સિટી અને ERDA વચ્ચે EMSS શરૂ કરવા માટે કરાર
આ પણ વાંચો:વિવાદમાં સંપડાઈ MS યુનિવર્સિટી, વિદ્યાના ધામમાં જામી દારૂની મહેફિલ