- રાજકોટ એજ્યુકેશન હબ બની શકે છે ડ્રગ્સનું હબ
- ડ્રગ્સ પેડલર્સ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે
- વિદ્યાર્થીઓ ખર્ચ કાઢવા માટે અવડે પાટે ચડે છે
- બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ સેવનનો ભય
- નવ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ઝુબેસ
- પોલીસ જરાય કચાસ નહીં રાખેઃ CP
- હોસ્ટેલ, PGમાં રહેતા વિદ્યાર્થીઓ અમારા સંતાનઃ CP
- દુષણને ડામવા રાજકોટ શહેર પોલીસ કટીબદ્ધઃ CP
ગુજરાત રાજ્યમાં સતત ડ્રગનું દૂષણ વધી રહયું છે. ગુજરાતનાં બંદરો પરથી કરોડો રૂપિયાનું ડ્રગ મળી રહ્યું છે ત્યારે ગુજરાતનાં વિવિધ મોટા શહેરોમથી અવારનવાર મોટી માત્રમાં ડ્રગ માલી આવે છે. રાજકોટએ હવે એજ્યુકેશનની સાથે હવે ડ્રગનું પણ હબ બની રહ્યું છે. ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ સપ્લાય માટે અલગ અલગ કિમયા અજમાવવામાં આવે છે. ત્યારે હવે રાજકોટ પોલીસ દ્વારા ઓનલાઇન મંગાવવાતા ડ્રગ કૌભાંડનો પર્દાફાસ કર્યો છે.
રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ વિગેરે નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં ડ્રગ્સના વેપાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા 300થી વધુ ડ્રગ સેવન કરનારાના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ડ્રગ્સ પેડલરો પોતાનો કાળો કારોબાર ચલાવવા માટે મોટાભાગે શાળા કોલેજના વિદ્યાર્થીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હોવાનું સામે આવ્યું છે.
ડ્રગ્સ પેડલર્સ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને વિદ્યાર્થીઓ પણ ખર્ચ કાઢવા માટે અવડે પાટે ચઢી રહ્યા છે. બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ સેવનનો ભય મોટા પાયે સતાવી રહ્યો છે. અગાઉ પાર્ટીઓમાં દારૂની છોળો ઊડતી હતી. તેના સ્થાન હવે ડ્રગ લઈ રહ્યું હોવાનું જાણવા મળ્યુ છે. નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વિધાર્થીઓમાં વધતાં ડ્રગના સેવન બાબતે ચિંતિત જણાઈ રહ્યા છે. અને તેમણે રાજકોટ માં ચાલતા ડ્રગના વેપાર સામે ઝુંબેશ ઉપાડી છે. તેમણે જણાવ્યુ હતું કે ડ્રગ સેવન કરનાર અને ડ્રગ પેડલર બંનેને ઝડપી પાડવામાં આવશે. અને તેમાં કોઈ ક્ચાસ રાખવામા આવશે નહીં. હોસ્ટેલ, PGમાં રહેતા વિદ્યાર્થીઓ અમારા સંતાન છે અને ડ્રગના દુષણને ડામવા રાજકોટ શહેર પોલીસ કટીબદ્ધ છે.
રાજકોટમાં હવે માત્ર યુવકો જ નહીં પરંતુ યુવતીઓ પણ ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. ડ્રગના વ્યસનના ખર્ચ ને પહોચી વળવા માટે વ્યસની ઓ ચોરી અને છેતરપિંડીના રવાડે પણ ચઢતા જોવા મળે છે.