Gujarat surat/ રસ્તા પર પડેલા વ્યક્તિને બચાવવા સુરતના વિદ્યાર્થીઓએ કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ

સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતા ચોથાણી અર્પિત અને આયુશ વોરા બંને મિત્રો પોતાના અભ્યાસનું કામ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા.

Gujarat Surat
YouTube Thumbnail 46 3 રસ્તા પર પડેલા વ્યક્તિને બચાવવા સુરતના વિદ્યાર્થીઓએ કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ

@અમિત રૂપાપરા 

Surat News:એક કહેવત છે “કર ભલા તો હો ભલા” આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે એક વ્યક્તિ બીમાર અવસ્થામાં રસ્તા પર પડેલો જોવા મળ્યો. જેથી આ વિદ્યાર્થીઓએ માનવિય અભિગમ રાખીને રીક્ષામાં બીમાર વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડ્યું પરંતુ ખાનગી હોસ્પિટલે વ્યક્તિની સારવાર કરવાની મનાઈ કરતા એમ્બ્યુલન્સ મારફતે આ વ્યક્તિને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો.

સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતા ચોથાણી અર્પિત અને આયુશ વોરા બંને મિત્રો પોતાના અભ્યાસનું કામ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સુરતના ખરવરનગર નજીક રસ્તા પર એક વ્યક્તિને બીમાર અવસ્થામાં જોયો હતો. તેથી અર્પિત, આયુષ અને તેની સાથે રહેલા મિત્રોએ આ વ્યક્તિની મદદ કરવાનો વિચાર કર્યો અને તાત્કાલિક જ આ બીમાર વ્યક્તિને રિક્ષામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું. પરંતુ ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા લાવારીસ વ્યક્તિની સારવાર કરવાની મનાઈ કરી દેવામાં આવી હતી. જેથી બીમાર વ્યક્તિને આ વિદ્યાર્થીઓ નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં ઇમરજન્સી વોર્ડમાં આ દર્દીને સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, અર્પિત અને તેના મિત્રોને CPR વિશે જાણકારી હોવાના કારણે તેમને આ વ્યક્તિને પ્રાથમિક તબક્કે CPR પણ આપ્યું હતું.

બીમાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડીને આ મિત્રો ખૂબ જ ખુશ થયા હતા અને અર્પિતે જણાવ્યું હતું કે, જ્યારે અમે રસ્તા પર જતા હતા અને અમને આ વ્યક્તિ જોવા મળ્યો. ત્યારે મનમાં કંઈ જ વિચાર ન આવ્યું. બસ એક જ વિચાર હતો કે આ વ્યક્તિની મદદ કરવી છે અને તેથી અમે તેને હોસ્પિટલ સુધી પહોંચાડ્યું ઘણા લોકો બીમાર વ્યક્તિને જોઈને પણ પોલીસ કાર્યવાહી કે, અન્ય કાર્યવાહી થશે તેવા ડરના કારણે કોઈની મદદ કરતા નથી પરંતુ આપણે સૌ એકબીજાની મદદ કરવી જોઈએ કારણ કે, કાલે આપણો પણ વારો આવી શકે છે અને આપણને પણ બીજાની મદદની જરૂર પડી શકે છે. એટલા માટે લોકોએ આવા બીમાર વ્યક્તિઓની મદદ કરવી જોઈએ અને સારવાર માટે તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડવા જોઈએ.

આયુશે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ CPRની તાલીમ લેવી જોઈએ કારણ કે CPRએ વસ્તુ છે કે, જેનાથી વ્યક્તિનું હૃદય બંધ પડે તો CPRની મદદથી હૃદયને શરૂ કરી શકાય છે અને જે વ્યક્તિનું હૃદય બંધ પડી ગયું હોય તેને સમયસર CPR આપીને હોસ્પિટલ પહોંચાડીને આ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 રસ્તા પર પડેલા વ્યક્તિને બચાવવા સુરતના વિદ્યાર્થીઓએ કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ


આ પણ વાંચો:જૂનાગઢ અને અમરેલીમાં ભાદરવાના અંતે અષાઢી માહોલ, ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી

આ પણ વાંચો:જમવાનું બનવાની ના પડતા પતિએ પત્નીનું કાપ્યું ગળું અને પછી કર્યું એવું કે….

આ પણ વાંચો:સામાન્ય ઝગડામાં બે ભાણેજોએ સગા મામાની કરી હત્યા

આ પણ વાંચો:HCએ સેન્સર બોર્ડને ફિલ્મ ‘ગુથલી લાડુ’માંથી ‘જ્ઞાતિવાદી અપમાન’ દૂર કરવાની માગ પર નિર્ણય લેવા આપ્યો નિર્દેશ