Navsari: નવસારીની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવાઈ છે. કન્યા છાત્રાલયની ગૃહમાતાએ તેમને ખેતરમાં મજૂરી કરાવી છે.
તેમણે વિદ્યાર્થીનીઓ પાસે ખેતરમાં રોપણી કરાવી હતી. ગૃહમાતાનો ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે રોપણી કરાવતો વિડીયો વાઇરલ છે. મંતવ્ય ન્યુઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. આ વિદ્યાર્થીનીઓ નવથી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. ગુરુમાતાનો વિદ્યાર્થીનો પાસે રોપણી કરાવતો વિડીયો વાઇરલ થયો છે. આમ શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટના બની છે.
નવસારીની જેમ ગીર-સોમનાથની શાળામાં પણ બાળકો પાસે સફાઈ કરાવવામાં આવે છે તે વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ગીર ગઢડાની પ્રાથમિક કુમાર શાળાનો આ વિડીયો છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો