sexually exploited/ પેરામેડિકલ કોર્સમાં એડમિશન અને નોકરી અપાવાના બહાને વિદ્યાર્થીનીઓનું યૌન શૌષણ કરવામાં આવ્યું

ચિક્કમગલુરમાં એક સરકારી ગર્લ્સ હોસ્ટેલની અનેક વિદ્યાર્થીનીઓ યૌન શૌષણનો શિકાર બની. પોલીસમાં ફરિયાદ બાદ સામે આવ્યું કે ધરપકડ કરેલ આરોપી સુરેશ હોસ્ટેલની છોકરીઓને પેરામેડિકલ કોર્સમાં દાખલ કરાવવાની લાલચ આપતો

India
WhatsApp Image 2023 11 11 at 16.06.30 પેરામેડિકલ કોર્સમાં એડમિશન અને નોકરી અપાવાના બહાને વિદ્યાર્થીનીઓનું યૌન શૌષણ કરવામાં આવ્યું

કર્ણાટકમાં વિદ્યાર્થીનીઓ પર યૌન શોષણ કરાયાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ચિક્કમગલુર વિસ્તારમાં બનવા પામી. જ્યાં પેરા મેડિકલ કોલેજમાં એડમિશન આપ્યા બાદ નોકરીની લાલચ આપી આરોપી દ્વારા વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરાયુ. શનિવારે આ બનાવમાં એક પીડિતે ફરિયાદ કરતા 3 આરોપીઓમાંથી એકની અટકાયત કરવામાં આવી. કર્ણાટકમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓના યૌન શોષણની સમગ્ર બાબત સામે આવતો મોટો હડકંપ મચ્યો છે.

ચિક્કમગલુરમાં એક સરકારી ગર્લ્સ હોસ્ટેલની અનેક વિદ્યાર્થીનીઓ યૌન શૌષણનો શિકાર બની. પોલીસમાં ફરિયાદ બાદ સામે આવ્યું કે ધરપકડ કરેલ આરોપી સુરેશ હોસ્ટેલની છોકરીઓને પેરામેડિકલ કોર્સમાં દાખલ કરાવવાની લાલચ આપતો. સુરેશ વિદ્યાર્થીનીઓને વિશ્વાસમાં લેતો કે તેમને કોલેજમાં એડમિશન પણ મળી જશે અને તેના બાદ સારી નોકરી પણ મળશે. આ વ્યક્તિ છોકરીઓને વિશ્વાસમાં લીધા બાદ તેમના માતા-પિતાને પણ પોતાની જાળમાં ફસાવતો કે તેમની દીકરીઓને ચોક્કસથી નોકરી મળશે.

નર્સિંગની વિદ્યાર્થીનીઓના માતા-પિતાને વિશ્વાસમાં લીધા બાદ સુરેશ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતી ચંદના પાસે છોકરીઓને મોકલતો હતો.જ્યાં ચંદના આ છોકરીઓને ખોરાકમાં નશીલો પદાર્થ આપી બેભાન કરતી. ત્યારબાદ ચંદનાનો બોયફ્રેન્ડ વિનય આ છોકરીઓનું યૌન શોષણ કરતો. કૌભાંડની જાણ થતા એક પીડીતના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પેરામેડિકલમાં એડમિશન અને નોકરી આપવાના બહાને સરકારી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓનું યૌન શોષણ કેસમાં પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ એક ગેંગ બનાવીને અનેક નર્સિંગ વિદ્યાર્થીઓનું શોષણ કર્યું હતું. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ સુરેશ, રહેણાંક આવાસના ડી ગ્રુપના કાર્યકર, ચંદના, એક મહિલા નર્સ અને તેના બોયફ્રેન્ડ વિનય તરીકે કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 પેરામેડિકલ કોર્સમાં એડમિશન અને નોકરી અપાવાના બહાને વિદ્યાર્થીનીઓનું યૌન શૌષણ કરવામાં આવ્યું


આ પણ વાંચો : Gujarat Govt/ ગુજરાત સરકારે જેલખાતાના કર્મચારીઓની સુધારી દિવાળી, ભથ્થામાં કર્યો વધારો

આ પણ વાંચો : Iceland Earthquake/ આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપ આવ્યા, રાજ્ય કટોકટી લાદવામાં આવી

આ પણ વાંચો : Viral Video/ પાકિસ્તાની ડ્રાઈવર PM મોદીનો મોટો પ્રશંસક ‘શાનદાર રીતે કરી રહ્યા છે કામ, વિદેશમાં વસતા ભારતીયોના હિતોનું પણ રાખે છે ધ્યાન’