@ ભાવેશ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
સામાન્ય માણસ સારો એડમિનીસ્ટ્રેટર હોય શકે, પરંતુ દરેક સામાન્ય માણસ સારો એડમિનીસ્ટ્રેટર હોય જ શકે તેવુ જરુરી બીલકુલ નથી. બીજી બાજૂ એક સારો કસબી(કલાકાર) ચોક્કસ પણ સારો વહિવટ કરતા હોય જ છે, તેનુ કસબ તેને સારા વહિવટની સુજબુજ સ્વાભાવીક અને સહેજ રીતે જ આપી જાય છે. ક્યાં, કેટલુ, કેમ, શુ કામે, કેવી રીતે તે તમામ કસબ એક કલાકારમાં ઇનબિલ્ડ હોય છે અને માટે જ તે સારો મેનેજમેન્ટ કરતા હોય છે કારણ કે એક સારા વહિવટ કરતામાં પણ આ ગુણ હોવા જરુરી છે.
કલ્પનાઓને કંડારવી એ એક વહિવટ કરતાની જેમ જ એક કલાકારનું પણ પેશન હોય છે. અને આ વાતને યથાર્થ સાબિત કરવા માટે યોગ્ય નામ પણ છે. બીલકુલ વાત કરવામાં આવી રહી છે, અમદાવાદ શહેરનાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ(એડ્મિનિસ્ટ્રેશન એન્ડ હેડક્વાર્ટર) અને એક અદ્દભૂત કસબી અજય ચૌધરીની. હવે મનમાં એવો પણ સામાન્ય સવાલ ઉભો થાય જ કે IPS અને આર્ટસ આ સાલું કેમ શક્ય છે. બને ફિલ્ડ એક બીજાથી તદ્દન વિપરીત એક કઠોરતાનો પર્યાયી અને બીજો પ્રેમ-કોમલતાનો પર્યાયી. પરંતુ અજય ચૌધરીએ આ મામલે પણ સ્પષ્ટતા કરી કે, ‘કઠોરતા અને કોમલતા બંને જરૂરી છે. એનાથી બેલેન્સ વ્યૂ રહે અને બેલેન્સથી જ બેહતરમાં બેહતર નિર્ણયો લેવાય. બંનેનો એકબીજા પર પ્રભાવ રહેતો હોય છે. કળાથી માનવતા પ્રત્યે, નાનામાં નાના જીવ પ્રત્યે પ્રેમ જાગે છે.’
રવિવારે અમદાવાદ શહેરનાં હઠીસિંઘ સેન્ટરમાં એક એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનમાં જ જે કલાકારનાં પેઇન્ટીંગ પ્રદર્શીત કરવામાં આવ્યા હતા, તેમણે પોતાની સિધ્ધ હસ્તતાનો પરિચય Live પેઇન્ટીંગ બનાવીને આપ્યો. ટેબલ પર પોતાની પ્રતિભાને છાજે તેવુ વિશાળ કેન્વાસ, એક હાથમાં ઓઇલ પેઇન્ટીંગ કલર અને એક હાથમાં પેઇન્ટીંગ બ્રશની સાથે સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં કલ્પનાઓ કેનવાસમાં ઉતરી ગઇ અને જોત જોતામાં તમામ આમંત્રીતો અને કલાપ્રેમીઓની નજર સામે જ અદ્દભૂત સ્ટ્રોકની બોછારે એક સુંદર પેઇન્ટીંગને ક્યારે આકાર આપી દીધો તે ખબર જ ન પડી. પીંછી જાણે પોતે જ પોતાનો રસ્તો જાણતી હોય તેવી રીતે એક પછી એક સ્ટ્રોકથી એક વિશાળ ઓઇલ ઓન કેનવાસ પેઇન્ટીંગ તૈયાર થઇ ગયું.
કલ્પનાઓને કંડારવી એ એક વહિવટ કરતાની જેમ જ એક કલાકારનું પણ પેશન હોય છે. અને આ વાતને યથાર્થ સાબિત કરવા માટે યોગ્ય નામ પણ છે. બીલકુલ વાત કરવામાં આવી રહી છે, અમદાવાદ શહેરનાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ(એડ્મિનિસ્ટ્રેશન એન્ડ હેડક્વાર્ટર) અને એક અદ્દભૂત કસબી અજય ચૌધરીની. ઓફિસિયલ માસ્ટર સ્ટ્રોક સાથે અદ્દભૂત પાઇન્ટીંગ સ્ટ્રોક માટે જાણીતા અજય ચૌધરીએ એક્ઝિબિસનમાં હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. કદરદાનો તરફથી ખૂબ જ સારા આવકાર સાથે પ્રશંસા કરી.
અજય ચૌધરીનાં વિચાર પ્રેરક, ભાવનાત્મક અને મર્મદર્શી એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્ઝે એક્ઝિબિશનને ખ્યાતનામ ચિત્રકારો અમરનાથ શર્મા, અરુણાંશુ ચૌધરી, દેબાશીષ દત્તા, રોશન છાબરિયા તેમજ સુરેન્દ્રભાઈ પટેલ જેવા શહેરના નામાંકિત લોકો અને કલારસિકોએ પણ મંત્રમુગ્ધતા સાથે માણ્યું હતું.
એક્ઝિબિશનમાં રજૂ કરાયેલાં પેઇન્ટિંગ્ઝ પાછળના વિચાર અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘મારાં તમામ પેઇન્ટિંગની પોતાની એક અલગ સ્ટોરી છે. એની પાછળ એક અલગ વિચાર છે. આ તમામ પેઇન્ટિંગ એઇજલેસ અને ટાઇમલેસ છે. સ્માઇલની જેમ એબસ્ટ્રેક્ટ પણ યુનિવર્સલ લેંગ્વેજ છે. આ કળા ભાષા કે જગ્યાના બંધનથી મુક્ત છે. મારા ખ્યાલથી એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ એ દુનિયાની સૌથી એડ્વાન્સ્ડ કળા છે. એમાં યુનિવર્સની એનર્જી છે. મને એક એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ તૈયાર કરતાં એક દિવસથી લઈને એક વર્ષ જેટલો સમય લાગે છે. ક્યારેક એ અનફિનિશ્ડ પણ રહી શકે છે. મેં આ પેઇન્ટિંગના ટેક્ચર્સ અને કમ્પોઝિશન માટે પ્રોફેશનલી ટ્રેનિંગ મેળવી નથી. બલકે, હું પ્રેક્ટિસથી જ શીખ્યો છું. લેજન્ડરી આર્ટિસ્ટ્સ ગ્રેહાર્ડ રિક્ટર અને જેક્સન પુલોક મારી ઇન્સ્પિરેશન છે.’ ખાસ વાત એ છે કે, ગ્રેટ આર્ટિસ્ટ એમએફ હુસૈન અજયભાઈ અને તેમની કળાને લિવિંગ આર્ટ ફોર્મ કહેતા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…