હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો એટલે કે ઇડી જે પ્રમાણે કાર્યવાહી કરી રહી છે તેનાથી અનેક લોકો નારાજ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ઇડીએ એક ડ્રગ ટ્રાફિકિંગ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં અનેક સેલિબ્રિટિઝને સમન મોકલ્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને રાણા દગ્ગુબાતીને સમન મોકલાની સાથે ટોલીવુડ સેલિબ્સ રવિ તેજા, ચાર્મી કૌર અને ડાયરેક્ટર પુરી જગન્નાથ જેવી હસ્તીઓને પણ સમન મોકલ્યું છે. આ ઉપરાંત પણ અનેક એવા નામી નામો છે જેમને ઇડીનું તેડુ આવ્યુ છે. ઇડીની કામગીરી ને લઇને રાજકારણથી લઇને કલાકારો અને બિઝનેશમેન સુધી બધા નારાજ છે. આ સમયે એનસીપીના પ્રમુખ શરદ પવારે ઇડીની કામગીરીને લઇને કટાક્ષ કર્યો છે.
સંરક્ષણ મંત્રી અને NCP પ્રમુખ શરદ પવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ક છે. પવારે કહ્યું કે ઇડીનો આ પહેલા આવો ઉપયોગ કરવામાંં ક્યારેય નથી આવ્યો. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ દ્વારા વિપક્ષના નેતાઓને દબાણ હેઠળ લઈ રહી છે.
પવારે વધુમાં કહ્યું કે આવું માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ એમપી, રાજસ્થાન, પંજાબ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં પણ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપના કોવિડ નિયમોના ઉલ્લંઘન અને તેને લગતા કેસોની નોંધણી અંગેના પ્રશ્નના જવાબમાં પવારે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યોને રોગચાળાને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર આ કામ કરી રહી છે. લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ જો કેન્દ્ર સરકાર પગલા લઈ રહી છે, તો શાસક પક્ષ (ભાજપ) ના કાર્યકરોએ પણ તેનું પાલન કરવું જોઈએ.