Suicide/ અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ટુંકાવ્યું જીવન

વ્યાજખોરોના ત્રાસ્તથી કંટાળીને લોકો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરી રહ્યા

Ahmedabad Gujarat
A 1 અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ટુંકાવ્યું જીવન

અમદાબદમાં દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. સાથે સાથે વ્યાજખોરોના ત્રાસ્તથી કંટાળીને લોકો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી જ્યાં એક યુવકે વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રસ્ત થઇ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું છે.

આ મામલે મળતી માહિત અનુસાર, અમદાવાદની સિવલ હોસ્પિટલના ગેટ પાસે એક યુવકે વ્યાજખોરોથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જોકે, આસપાસ લોકો જોઈ જતા યુવ્કેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકના ભાઇએ શાહીબાગ પોલીસ મથકમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : રવિવારની રજા માળવા નીકળેલા ત્રણ સગીરોને નડ્યો અકસ્માત, એકનું મોત, બે ઇજાગ્રસ્ત

ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, છેલ્લા ઘણા દિવસોથી વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરી રહ્યાં હતાં. જેથી યુવકે નરોડા વિસ્તારમાંથી 15 દિવસ પહેલાં ઝેરી દવા ખરીદી હતી અને ખિસ્સામાં રાખીને જ ફરતો હતો. શહેરના ઠક્કરનગર વિસ્તારમાં જયેશ જમનાદાસ ગોહિત તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો અને મજુરી કામ કરતો હતો. જયેશની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેણે બકુલ, પકંજ પટેલ અને ભુરા નામના વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા. પરંતુ લોકડાઉન આવતા આર્થિક પરિસ્થિતિ સારી ન રહેતા તે પૈસા ચુકવી શક્યો ન હતો.

છેલ્લા ચાર મહિનાત્રી ત્રણે વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. ત્યારે જયેશનો નાનો ભાઇ હર્ષદ પણ હાજર હતો. જેથી હર્ષદને વ્યાજે પૈસા લીધા અંગે જાણ થઇ હતી. વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી જયેશની પત્ની 15 દિવસ પહેલાં જ તેના દિકરાને હર્ષદના ત્યાં મુકી પિયર જતી રહી હતી. બીજી તરફ મજુરીકામ માટે જયેશ  25મીના રોજ રાજકોટ ગયો હતો. જો કે, ત્યાં મજુરીકામ મળ્યું ન હતુ તેથી 26મીના રોજ જયેશ પરત આવ્યો હતો. ત્યારબાદ રિક્ષામાં બેસી સિવિલ હોસ્પિટલ પાસે ગયો હતો અને ઝેરી દવા ખાઇ લીધી હતી.

આ પણ વાંચો : ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, પોલીસને ફોન પર અજાણ્યા ઈસમે ધમકી

ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે જયેશના ભાઇ હર્ષદને જાણ થતા તે સિવિલ પહોંચ્યો હતો. ત્યારે જયેશે જણાવ્યું હતું કે, મે બકુલ, પંકજ પટેલ અને ભુરાભાઇ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેઓ ઉઘરાણી કરી ધમકી આપતા હતા પૈસા નહીં આપે તો ઉપાડી જઇશું. તેથી મે 15 દિવસ પહેલાં નરોડા વિસ્તારમાંથી સેલ્ફોસની ગોળીની ડબ્બી ખરીદી હતી. જેમાંથી ચાર પાંચ ગોળીઓ ખાઇ લીધી છે. બીજી તરફ સારવાર દરમિયાન જયેશનું મોત થયું હતું.

જેથી આ મામલે શાહીબાગ પોલીસ સિવિલ આવી પહોંચી હતી. જ્યાં જયેશના ભાઇ હર્ષદે વ્યાજખોર બકુલ, પંકજ અને ભુરા સામે ખંડણી અને વ્યાજખોરીની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  નવા કેસની સરખામણીએ ઠીક થતા દર્દીઓની સંખ્યા ઘટી, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ