કોમેડિયન સુગંધા મિશ્રા અને સંકેત ભોસાલે લગ્નગ્રંથીથી જોડાયા છે. અગાઉ તેઓ પોતાના લગ્નની વિધિઓના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે. તાજેતરમાં સુગંધાએ તેના મરાઠી દુલ્હનના લુકમાં કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી. હવે સુગંધાએ મહારાષ્ટ્રિયન બનવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે મરાઠી રીત રિવાજો શીખવામાં વ્યસ્ત છે. લગ્ન બાદ સુગંધાના સાસરામાં પૂજા રાખવામાં આવી હતી, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં આ નવા પરિણીત યુગલ મહારાષ્ટ્રિયન અવતારમાં જોવા મળી રહ્યું છે.
સુગંધાએ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રિયન રીવાજોને સમજવાનો પ્રયત્ન કરી રહી છે અને બાઈકો બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સુગંધાએ જણાવ્યું હતું કે તેણીએ તેની પહેલી રસોઈમાં સાસુ-સસરા માટે પંજાબી મીઠાઇની પંજરી બનાવી હતી. સુગંધાએ કહ્યું હતું કે તે એક પરંપરાગત પંજાબી મીઠાઈ છે જે પૂજા દરમિયાન બનાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ મીઠાઈ દરેકને ખૂબ ભાવી હતી.