વોશિંગ્ટન પ્રાથમિક શાળામાં ભણાવતી 22 વર્ષીય મહિલા શિક્ષિકાએ ખુલાસો કર્યો છે કે, કેવી રીતે શ્રીમંત લોકોએ તેની સુંદરતા પાછળ 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આમાં ડિઝાઇનર ભેટ, ફાઇવ સ્ટાર રજાઓ અને રોકડ ભેટો શામેલ છે. શ્રીમંત લોકો કે, જેઓ પોતાની જાત કરતાં નાની છોકરીઓ પર આવા પૈસા લૂંટે છે તેને ‘સુગર ડેડી’ કહેવામાં આવે છે અને આવી છોકરીઓને ‘સુગર બેબી’ કહે છે.
મહિલાએ કહ્યું કે તેના ઘણા સુગર ડેડિઝ છે જેની ઉંમર 40 થી વધુ છે. આ મહિલાનું નામ બ્રિયાના લી છે, જે અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની છે. બ્રિઆના 18 વર્ષની ઉંમરે એક વેબસાઇટમાં જોડાઈ, જેના દ્વારા સુગર બેબી અને સુગર ડેડી એક બીજાને મળી શકે છે. બ્રિયાનાએ કહ્યું કે તે પછી તેણી ચાર આધેડ ધનિક એટલે કે સુગર ડેડીને મળી ચૂકી છે, જે તેણીના બીલ ભરવાની સાથે સાથે તેને લક્ઝરી રજા પર લઈ ગયા છે. અને લાખોની ભેટ અને રોકડ પણ આવી છે. અરે એટલુ જ નહીં પરંતુ તે લોકોએ બ્રિઆનાને તેની વિદ્યાર્થી લોન ભરવાનાં પૈસા પણ આપ્યા હતા.
બ્રિયાનાએ કહ્યું કે તે એક સમયે એક જ વ્યક્તિ સાથે સંપર્ક કરે છે. તે હાલમાં 45 વર્ષીય ઉદ્યોગપતિ સાથે ‘સોશ્યલાઇઝિંગ’ કરી રહી છે. તેઓ બંને ઘણી વાર એક સાથે સહવાસ પણ કરે છે, જોકે બ્રિયાના કહે છે કે તેઓએ આ સંબંધો જાતે જ બનાવ્યા છે અને પૈસા સાથે તેનો કોઈ સંબંધ નથી.
“સુગર બેબી અને વેશ્યા વચ્ચે ફરક છે”
બ્રિયાનાએ કહ્યું, “તમે મને વેશ્યા તરીકે જોઈ શકતા નથી. સુગર બેબી અને વેશ્યા વચ્ચે ફરક છે. પૈસાની માટે હું કોઈની પણ સાથે રાત ગાળતી નથી. હું આને મનોરંજન તરીકે લવ છું. ‘ તેણે કહ્યું, ‘આ વાત સાચી છે કે હું મારા હાલના સુગર ડેડી સાથે જાતીય સંબંધમાં છું, પરંતુ આ મારા અને તેમની વચ્ચેનો ખાસ સંબંધ છે અને બીજા કોઈ દૃષ્ટિકોણથી જોવો જોઈએ નહીં.’
બ્રિયાનાએ કહ્યું, “અત્યાર સુધીમાં મને લગભગ $ 48,000 બિલ ચુકવણી તરીકે અને આશરે $ 50,000 ભેટ તરીકે મળ્યા છે. સમૃદ્ધ બોયફ્રેન્ડ કોને નથી ગમતા? બ્રિયાનાએ કહ્યું કે હું મારી ઉંમર કરતાં ઘણા મોટા આ સુગર ડેડીને મળવામાં ગભરાતી નથી. હું આ બધું મારા મનથી કરી રહી છું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…