પાકિસ્તાન માં બલુચિસ્તાનના ગ્વાદર જિલ્લામાં ચીની નાગરિકોને લઈ જતા વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલા “આત્મઘાતી હુમલા” માં ઓછામાં ઓછા બે બાળકો માર્યા ગયા હતા.પ્રાંત સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે,કારના ડ્રાઈવર સહિત ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા જ્યારે આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને વાહન પાસે ઉડાવી દીધી હતી.
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગ્વાદરમાં ચીની નાગરિકોના વાહન પર આત્મઘાતી હુમલાની નિંદા કરીએ છીએ.તેમણે કહ્યું કે નજીકમાં રમી રહેલા બે બાળકો વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક ચીની નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી.ગ્વાદર પોલીસ કંટ્રોલ રૂમે અગાઉ જણાવ્યું હતું કે આ ઘટનામાં ત્રણ બાળકો ઘાયલ થયા છે. ઘાયલોને ગ્વાદરની જીડીએ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગ્વાદરના ઇસ્ટબે એક્સપ્રેસ વે પાસે બલોચ વોર્ડમાં સાંજે 7 વાગ્યા પછી વિસ્ફોટ થયો હતો.
Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar.
2 children died who were playing nearby & one Chinese sustained minor injuries.
3 persons injured including driver
Police & CTD teams are on the crime scene.
Investiga launched.Innocent Children,Afsos
— Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021
પાકિસ્તાની સેના અને ફ્રન્ટીયર કોર્પ્સ સહિતના સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્બલેખનીય છે કે બુલુચિસ્તાન એસેમ્બલી અને હાઇકોર્ટની નજીક ક્વેટાના હાલી રોડ ચક્કર પર મોટરસાઇકલ બોમ્બ બ્લાસ્ટ થયાના બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ ઘટના બની હતી, જેમાં બે પોલીસકર્મી શહીદ થયા હતા અને 12 પોલીસકર્મીઓ સહિત 21 અન્ય ઘાયલ થયા હતા.