અમદાવાદ/ પતિના ત્રાસથી વધુ એક મહિલાનો આપઘાત, આયશાનાં પતિ જેવી કરી હતી ભૂલ

અમદાવાદના વટવામાં રહેતા અબ્દુલ માજીદ અન્સારી નામના યુવક સાથે સમીમબાનુ નામની 30 વર્ષીય મહિલાએ 12 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા.

Ahmedabad Gujarat
આયશા

અમદાવાદ શહેરમાં આયશા નામની પરિણીતાએ થોડા મહિનાઓ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ પર લાગણીસભર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના દેશના ખૂણે ખૂણે ચર્ચાઈ હતી. હજી લોકો આ ઘટનાને ભૂલ્યા નથી. ત્યારે આવી જ વધુ એક  ઘટના સામે આવી છે. નદીમાં ઝમપલાવી આપઘાત કરવાની ઘટનામાં પોલીસે મૃતકના પતિ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

આ પણ વાંચો :હાઇકોર્ટે ગુજરાત સરકાર અને બનાસકાંઠા પોલીસને નોટિસ ફટકારી

આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવામાં રહેતા અબ્દુલ માજીદ અન્સારી નામના યુવક સાથે સમીમબાનુ નામની 30 વર્ષીય મહિલાએ 12 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેઓને લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો થયા હતા. જેમાં ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના પિયરજનો તેને શરૂઆત માં બોલાવતા નહોતા. પણ એકાદ વર્ષ બાદ તેણે દીકરીને જન્મ આપ્યા બાદ પિયરજનોએ બોલવાનું શરૂ કર્યું હતું. ત્રણ ચાર વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી પણ બાદમાં ઝગડો તકરાર કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સમીમબાનુ અવારનવાર પતિ સાથે થતાં ઝગડાથી કંટાળીને તેના પિયર જતી રહેતી અને ત્યાં તેના માતા-પિતાને પતિ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતી પણ તેનો સંસાર ન બગડે તે માટે તેના ઘરવાળા સમજાવી પરત મોકલતા હતા. છતાંય તેના પતિએ ત્રાસ આપવાનું શરૂ રાખ્યું હતું.

આ પણ વાંચો :હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

જે બાદ કંટાળીને તે 6 તારીખના રોજ ઘરેથી શાક લેવાનું કહી નીકળી હતી પણ ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. વોટ્સએપ મારફતે એક મહિલાની લાશ નદીમાંથી મળી હોવાનું જણાવતા તમામ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે લાશ સમીમબાનુનું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર મામલે સમીમબાનુના પતિ સામે દુષપ્રેરના નો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

આ પણ વાંચો :જાણો, દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધ્યા કોરોના કેસ, ચોંકાવી દે તેવો છે આંક

આ પણ વાંચો :નડિયાદ : દત્તક બાળકને આ કારણે મહિલાએ તરછોડ્યુ

આ પણ વાંચો :જેસલમેર ફરવા જઇ રહેલા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત