માણસ જ્યારે આત્મઘાત કરે છે, ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી હશે, તે ખાળવું કદાચ વિચાર શક્તિને પર છે. સામાન્ય સંજોગોમાં હાથમા પેટાવેલી દિવાસળી પણ જો સળગતી, આંગળીને અડકી જાય તો, માણસ બરાડી ઉઠે છે. ત્યારે આગ્ન ચાંપીને આત્મઘાત કેમ કરી લેતા હશે, કે કોઇ થોડાવાર માટે જો શ્વાસને રોકાવી દે, કે ગળાને દબાવી દે તો કેવું ફિલ થાય તે સમજી શકાય તેવું છે. અને ઉંચાઇ પરથી જો નીચે જોવાઇ જાય તો પગ સુન્ન થઇ જાય તેવો અનુભવ લગભગ લોકોએ કર્યો જ હશે, ત્યારે ઊંચાઈ પરથી જંપલાવવું અને ગળાફાંસો ખાઈને લટકી મરવા વિશે કલ્પના કરવી પણ દુસ્વાર છે. પરંતુ માણસ જીવનથી એટલો તો મજબૂર અને થાકેલો જોવામાં આવી રહ્યો છે કે આત્મઘાત કરતા પણ ખચકાતો નથી. આવે જ એક નહી પણ બ-બે આત્મઘાતની ઘટના એકલા વડોદરામાંથી જ સામે આવી રહી છે.
પહેાલી ઘટનામાં માનસિક અસ્થિર મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલા દ્વારા હોસ્પિટલની બિલ્ડીંગનાં ચોથા માળેથી પડતું મુકી આપઘાતનો કર્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના SSG હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડનાં મેડિસિન વિભાગમાં દાખલ મહિલા સાથે ઘટના હતી. જો કે મહિલા હાલ ગંભીર રીતે ઘવાયા છે અને હોસ્પિટલમાં જ હોવાથી ઇમર્જન્સી સારવાર મળી જતા સારવાર હેઠળ છે.
બીજી ઘટનામાં યુવક દ્વારા આત્મઘાત કરી મોત વહોરવામાં આવ્યાનું સામે આવી રહ્યું છે. વડોદરાનાં અકોટા વિસ્તારમાં આવેલ દાંડિયા બજાર બ્રિજ નીચે યુવક દ્વારા દાદરની રેલિંગ પર ગળેફાંસો ખાઈ લેવામાં આવ્યો હતો. યુવક દ્વારા ગળાફાંસો ખાધાનાં સમાચરથી વડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો પ્રારંભ કર્યો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં ગળાફાંસો ખાનાર યુવક રિક્ષાચાલક હોવાનું બહાર આવ્યું છે. તો આત્મઘાતનું કારણ હજુ અકળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.