બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રોકાણ કરવામાં મોખરે છે.જી હા, બિગ બીએ તાજેતરમાં ફરી એકવાર મુંબઈમાં એક મોટું મકાન ખરીદ્યું છે જે હવે ચર્ચામાં છે. અમિતાભ બચ્ચને 31 કરોડમાં મુંબઈમાં 5,184 ચોરસ ફૂટનું નવું મકાન ખરીદ્યું છે. અભિનેતાએ ક્રિસ્ટલ ગ્રુપ પ્રોજેક્ટમાં આ નવી સંપત્તિ લીધી છે.
એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે અમિતાભ બચ્ચને ડુપ્લેક્ષ ફલેટ ખરીદયો છે .બીગ બીએ આ પ્રોપર્ટી આમ તો ડિસેમ્બર 2020માં ખરીદી હતી પણ તેનુ રજિસ્ટ્રેશન ગયા મહિને કરાવ્યો છે. તેના પર અમિતાભે 62 લાખ રુપિયા સ્ટેમ્પ ડ્યુટી ચુકવી છે. મકાનની કિંમતના બે ટકા લેખે સ્ટેમ્પ ડ્યુટી ચુકવાતી હોય તો તે પ્રમાણે આ પ્રોપર્ટીની કિેમત 31 કરોડ રુપિયા થવા જાય છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સ્ટેમ્પ ડ્યુટીમાં છુટ આપી છે અને તેનો ફાયદો અમિતાભ બચ્ચનને પણ મળ્યો છે. આ ડુપ્લેક્ષ સાથે એક નહીં પણ 6 કાર પાર્ક કરવાની જગ્યા મળી છે. 28 માળની ઈમારતમાં બચ્ચને ખરીદેલો ડુપ્લેક્ષ 27મા માળે છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ પાસે પહેલેથી જ જુહુમાં બે બંગલા છે. પ્રતિક્ષા અને જલસા નામના આ બંને બંગલા દેશમાં પણ પ્રખ્યાત છે. કોરોના સંક્રમણની શરુઆત પહેલા દર રવિવારે અમિતાભ જુહુમાં પોતાના બંગલાની બહાર ચાહકોને એક ઝલક પણ આપતા હતાં. જો કે કોરોનાના કારણે આ પરંપરા હાલમાં તેમણે બંધ કરેલી છે.
બોલિવૂડ ફિલ્મ્સના સર્વશ્રેષ્ઠ નિર્દેશક આનંદ એલ રાયે પણ આ સંપત્તિમાં પોતાના નાણાંનું રોકાણ કર્યું છે. ડિરેક્ટર પણ પોતાના માટે ડુપ્લેક્સ ખરીદ્યો છે. આ મકાનની કુલ કિંમત 25 કરોડ હોવાનું જણાવાયું છે. આ તમામ મકાનો હજી બાકી છે, પરંતુ તેમના પર કામ ખૂબ જલ્દીથી શરૂ થઈ જશે, આ બિલ્ડિંગમાં ફક્ત 34 મકાનો હશે. જેમાં મુંબઇના ટોચના લોકો વસતા જોવા મળશે.