Not Set/ કોલકતામાં ડૉક્ટરોનાં સમર્થનમાં આજે દિલ્હી એમ્સમાં પણ હળતાલ, દર્દીઓ ભગવાન ભરોસે

કોલકતા મેડિકલ કોલેજમાં ડૉક્ટરો પર થયેલા હુમલાથા દેશભરનાં ડૉક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે શુક્રવારનાં રોજ દિલ્હી એમ્સ સહિત દેશભરનાં સરકારી અને પ્રાઇવેટ ડૉક્ટરોને એક દિવસની હળતાલમાં ભાગ લેવા માટ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ દિલ્હી એમ્સનાં આરડીએ એ દિવસભર હળતાલ પર રહેવાની ઘોષણા કરી છે. જેવા કારણે ઓપીડી અને તાત્કાલિક સેવાઓ […]

Top Stories India
aiims doctors kolkata protest કોલકતામાં ડૉક્ટરોનાં સમર્થનમાં આજે દિલ્હી એમ્સમાં પણ હળતાલ, દર્દીઓ ભગવાન ભરોસે

કોલકતા મેડિકલ કોલેજમાં ડૉક્ટરો પર થયેલા હુમલાથા દેશભરનાં ડૉક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે શુક્રવારનાં રોજ દિલ્હી એમ્સ સહિત દેશભરનાં સરકારી અને પ્રાઇવેટ ડૉક્ટરોને એક દિવસની હળતાલમાં ભાગ લેવા માટ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ દિલ્હી એમ્સનાં આરડીએ એ દિવસભર હળતાલ પર રહેવાની ઘોષણા કરી છે. જેવા કારણે ઓપીડી અને તાત્કાલિક સેવાઓ પણ પ્રભાવિત થશે. વળી રાયપુર એમ્સએ પણ ગુરુવાર સાંજથી જ હળતાલમાં ભાગ લેવાની ઘોષણા કરી હતી.

પશ્ચિમ બંગાળમાં સ્થિતિ હજુ પણ સામાન્ય થઇ નથી. આજે કોલકતામાં ડૉક્ટરોનાં સમર્થનમાં દિલ્હી સહિત દેશભરનાં ડૉક્ટરોએ રોષ વ્યક્ત કરતા એક દિવસની હળતાલનો નિર્ણય કર્યો છે. ત્યારે દિલ્હી મેડિકલ એસોસિએશનનાં અધ્યક્ષ અને કાઉન્સીલનાં સચિવ ડૉ.ગિરીશ ત્યાગીનું કહેવુ છે કે, પશ્ચિમ બંગાળમાં કાયદો વ્યવસ્થા આજે ના બરાબર બની ગઇ છે. એક ડૉક્ટર ઓછા સંસાધનો સાથે 15થી 16 કલાક હોસ્પિટલમાં બેસી લગભગ 500 જેટલા દર્દીઓનો ઉપચાર કરે છે, અને તે જ ડૉક્ટરને મારામારીનો શિકાર પણ બનવુ પડે છે. તેમણે વધુમાં કહ્યુ કે, કોલકતા  મેડિકલ કોલેજમાં ડૉક્ટરો પર થયેલો હુમલો હોસ્પિટલ માટે ચિંતાજનક છે. ડૉક્ટરો દ્વારા આજે હળતાલનાં કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયુ છે. ત્યારે જેની જરૂર દર્દીઓની સારવાર માટે છે તે જો રસ્તે આવીને હળતાલ પર ચાલ્યા જશે તો દર્દીઓની સારસંભાળ કોના ભરોસે તે મોટો પ્રશ્ન બન્યો છે.

પશ્ચિમ બંગાળનાં એનઆરએસ હોસ્પિટલમાં બે ડૉક્ટર પર થયેલા હુમલાને સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે કહ્યુ કે, ડૉક્ટરોની સુરક્ષા ખાસ મુદ્દો છે. જેને લઇને તે જલ્દી જ દરેક રાજ્યોનાં મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરશે. દરેક રાજ્યોમાં ડૉક્ટરોને સારો માહોલ અને સુરક્ષા મળશે, ત્યારે જ જનતા સ્વસ્થ રહી શકે છે. વધુમાં કહ્યુ કે, આપણા સમાજમાં ડૉક્ટરની ભૂમિકા ખાસ હોય છે, તે સમાજનો મજબૂત સ્તંભ છે. સાથે તેમણે ડૉક્ટરોને અપીલ પણ કરી છે કે હળતાલ સમયે તાત્કાલિક સેવાઓનો પ્રભાવિત ન કરવામાં આવે. પોતાના અધિકારો માટે કોઇ પણ અવાજ ઉઠાવી શકે છે, પરંતુ તેનાથી સમાજ કે જનતાને નુકસાન થવુ ન જોઇએ. સાથે તેમણે પશ્ચિમ બંગાળ જેવી ઘટના આગળ ભવિષ્યમાં ન બને તે માટે દરેક રાજ્યો સાથે ચર્ચા કરવાની વાત પણ કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.