નવી દિલ્લી.
આમ્રપાલી મામલામાં સુપ્રીમ કોર્ટે કંપની, કંપનીના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સને ખખડાવ્યા છે કે કોર્ટ સામે સ્માર્ટ બનવાનાં પ્રયાસો ના કરો. જો તમેં (આમ્રપાલી) તમારા પેતરાંઓ બંધ નહીં કરો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.
હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે. સુપ્રીમ કોર્ટે આમ્રપાલી સમૂહના ડાયરેક્ટર્સ અને પ્રોમોટરોને નિર્દેશ આપવામાં આવ્યું છે કે પોતાની સ્થિર સંપત્તિને અને તેમના મૂલ્યાંકનની સંપૂર્ણ વિગતો 15 દિવસની અંદર કોર્ટ સમક્ષ વહેલી તકે પ્રસ્તુત કરે.
કોર્ટે એમ પણ કહ્યું છે કે,
“તમે ઘર ખરીદદારોને ફ્લેટ નહીં આપો તો કોર્ટ પોતે ફ્લેટને વહેંચીને અધૂરી આવાસ યોજનાને સફળ બનાવી આપને(આમ્રપાલી) બેઘર કરી દેશું.”
કોર્ટે રિયલ ઇસ્ટેટ કંપનીથી કંપનીથી પરિયોજનાઓને પુરી કરવા માટે 4000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે પોતાની સંપત્તિ વહેંચવા પાર વિસ્તૃત પ્રસ્તાવ દાખલ કરવા માટે જણાવ્યું છે.