સુપ્રીમ કોર્ટે બુધવારે બળાત્કારના દોષી આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇને ગુજરાત હાઇકોર્ટના 14 દિવસના ફર્લો આપવાના આદેશને રદ કર્યો છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ બી.વી. નાગરથનાની ખંડપીઠે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે ફર્લો એ સંપૂર્ણ અધિકાર નથી અને તેના કારણો અનેક પરિબળો પર આધારિત છે. કોર્ટે કહ્યું કે સાઈના સેલમાંથી મોબાઈલ ફોન મળ્યો હોવાથી જેલ સુપરિન્ટેન્ડેન્ટનો મત હતો કે તેમને ફર્લો ન આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે પહેલી 1 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે આસારામના પુત્ર અને બળાત્કારના દોષિત નારાયણ સાંઈને બે સપ્તાહનો ફર્લો આપવાના હાઈકોર્ટના આદેશ સામે ગુજરાત સરકારની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે નારાયણ સાંઈને ફર્લો ન આપવો જોઈએ કારણ કે તે જેલમાં હતા ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
નારાયણ સાંઈએ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા તેમના પિતા આસારામની સંભાળ રાખવા માટે ફર્લો માંગ્યો છે. રાજ્ય સરકારે આનો વિરોધ કરતા કહ્યું કે આસારામ હવે સારવાર બાદ ફરી જેલમાં છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામ જુદા જુદા બળાત્કારના કેસમાં દોષિત ઠર્યા છે અને આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે