ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મોહનને દિલ્હી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફેસબુક ઇન્ડિયાના ઉપ અધ્યક્ષ અજિત મોહન વિરુદ્ધ દિલ્હી વિધાનસભા સમિતિની કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં તેમને દિલ્હી હિંસા કેસ સંદર્ભે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્ય હતા.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ અજિત મોહનને દિલ્હી વિધાનસભાની સમિતિ સમક્ષ હાજર થવું પડશે. ઉલ્લેખનીય છે કે ફેસબુક ભારતના ઉપ અધ્યક્ષ અજિત મોહને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સુમેળ સમિતિ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હવે તેઓ આ નિર્ણયથી તેમને નિરાશ સાંપડી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફેસબુકને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સુમેળ સમિતિ સમક્ષ હાજર થવું પડશે પરંતુ કાયદો અને વ્યવસ્થા, સંદેશાવ્યવહાર વગેરેના સંદર્ભમાં જવાબ આપવા માટે દબાણ કરી શકાય નહીં.ઉલ્લખનીય છે કે ભારતન આઇટી નિયમો બદલ્યા છે તેમાં સોશિયલ મીડિયાની કંપનીઓએ ભારતના નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પહેલા પણ ટ્વિટર સાથે સરકારને વિવાદ થયો હતો અને તેની સામે ફરિયાદ નોંદાવવામાં આવી છે.