સુપ્રીમ કોર્ટે કોરોના અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે કોઈ પણ રાજ્યએ કોવિડ -19 દર્દીઓના ઘરોની બહાર પોસ્ટર લગાવવું નહીં. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં આ પહેલા આવી કોઈ વાત કહી નથી. સુપ્રીમ કોર્ટે પોસ્ટર લગાવવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ સક્ષમ અધિકારી તેના માટે સૂચના જારી કરે તો જ આવા પોસ્ટરો લગાવવાના ઓર્ડર આપી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આજે દેશભરના કોરોના કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારો હોસ્પિટલોમાં ફાયર સેપ્ટ પર કામ કરી રહી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને ફાયર સેફ્ટી અંગે રિપોર્ટ માંગ્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે તમે ફાયર સેફ્ટીને લઈને અત્યાર સુધીમાં કેટલા અધિકારીઓની નિમણૂક કરી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમુદાય આરોગ્ય સેવા માટે ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે આ મુદ્દે શું પગલા ભરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાનો જવાબ માંગ્યો હતો. આ સાથે કોર્ટે રાજકોટ હોસ્પિટલ અને અમદાવાદ ઘટનાની યોગ્ય તપાસ ન કરવામાં આવતા તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…