સુરત,
લીંબાયત વિસ્તારમાં ગુમ થયેલી બાળકી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતી.. મારુતિ નગરમાં રહેતી ત્રણ વર્ષની બાળકી ગુમ થતા પોલીસ તંત્ર થયું દોડતું થયું હતું.
ઘર નજીક રમતા રમતા બાળકી ગુમ થઈ હોવાની વાત પરિવારે પોલીસને જણાવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. અગાઉ દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બનતાં પોલીસે સમગ્ર મામલો અલગ ટીમો બનાવી કામે લગાવી હતી.
બાળકી રમતા રમતા રોડ પર જતી રહી અને ચાલતી ચાલતી દૂર પહોંચી ગઈ હતી. અન્ય કિશોરીઓને રડતી બાળકી મળી આવતા સ્થાનિકોને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. લીંબાયત પોલીસ સ્ટેશનમાં બાળકીનું પરિવાર સાથે મિલાપ થતા બાળકીની માતા રડી પડી હતી. માતાએ પોલીસ અને અન્ય લોકોનો આભાર માન્યો.