સંજય મહંત, મંતવ્ય ન્યુઝ , સુરત
સુરત : પીસીઆરવાનમાં બેસી ત્રાહિત વ્યક્તિએ વિડીયો બનાવ્યો : સોશિયલ મીડિયામાં થયો વાયરલ
પોલીસની પીસીઆરવાનમાં ત્રાહિત વ્યક્તિએ વિડીયો બનાવી શોશ્યલ મીડિયામાં મુક્યો હતો. જે હવે વાયરલ થયો છે. પોલીસની પીસીઆરવાનના ડ્રાઈવરના મિત્રએ આ વિડીયો બનાવી શોશ્યલ મીડિયામાં મુક્યો છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિડીયો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી છે
સુરતમાં એક પછી એક જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાંના ભંગ કરતા વિડીયો વાયરલ થયા છે. અને પોલીસે આવા લોકો સામે કાર્યવાહી પણ કરી છે. પરંતુ હવે પોલીસની પીસીઆરવાનમાં પણ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહી તે વિડીયોને શોશ્યલ મીડીયમાં પોસ્ટ કરી રોફ પણ ઝાડવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે. સુરતમાં સચિન વિસ્તારની પીસીઆરવાનમાં એક વ્યક્તિએ બેસી શોશ્યલ મીડિયા માટે શોર્ટ વિડીયો બનાવ્યો હતો અને શોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો હવે વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સચિન પોલીસ માં ડ્રાઇવર તરીકે ફરજ બાજવનાર મોનું મિશ્રાના મિત્ર આકાશ શર્માએ આ વિડીયો બનાવ્યો છે. એટલું જ નહી મોનું મિશ્રા આ પીસીઆર વાન લઈને ઘરે જમવા જાય છે અને સ્થાનિક વિસ્તારમાં ફરી રોફ પણ જમાવે છે. આ ઉપરાંત રેલ્વેની હદમાં પણ પીસીઆરવાન લઈને રોફ જમાવે છે. દેખ દેખ તેરા બાપ આયા સોંગ પર પીસીઆર વાનમાં બનાવેલો આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસની સરકારી વાનમાં આ પ્રકારના વિડીયો બનાવવા કેટલા યોગ્ય છે તે એક મોટો સવાલ છે. ત્યારે આ વિડીયો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું