Surat News : સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર જ ન હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં આ શખ્સોએ એક નોનવેજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી એટલું જ નહી રેસ્ટોરન્ટના માલિક તથા કારીગરોને માર પણ માર્યો હતો. અસામાજુક તત્વોના આ આતંકના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે.
મુખ્ય ચોકડી સાઈ પોઇન્ટ વિસ્તારમાં આવેલી પાટીલ નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે બિરયાની સાથે ગ્રેવી ન આપવાની નાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક વલણ અપનાવ્યું હતું. આ તત્વોએ રેસ્ટોરન્ટના માલિક અને કારીગરો સાથે ઝઘડો કરીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે.ચોંકાવનારી વાત એ છે કે, રેસ્ટોરન્ટ ડિંડોલી પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ ઓફિસથી માત્ર 100 મીટરની દુરીએ છે, છતાં આવા ગુંડાતત્વો ખૂલ્લેઆમ આતંક મચાવતા જોવા મળ્યા છે.
સીસીટીવી ફૂટેજ સામે આવતાની સાથે જ ડિંડોલી પોલીસ હરકતમાં આવી છે. રેસ્ટોરન્ટ માલિક અને કારીગરોના નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ આરોપીઓની શોધખોળ માટે વિશેષ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસના પેટ્રોલિંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોલીસ પ્રશાસનને આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે અપીલ કરી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે, એવી આશા વ્યક્ત કરી છે. સુરત મહાનગરપાલિકાના વહીવટદારો અને સ્થાનિકોએ પણ આવા કિસ્સાઓ સામે પોલીસની કામગીરી વધુ સઘન અને ઝડપી બનાવવા માટે દબાણ વધાર્યું છે.
આ પણ વાંચો:અમદાવાદમાં શીલજમાં અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો:બ્રેમ્પ્ટનમાં ભયાનક અકસ્માત, કુલ 3 ભારતીય વિદ્યાર્થીઓનું દુઃખદ અવસાન, તેમાંથી 2 તો ગુજરાતી
આ પણ વાંચો:ભયંકર અકસ્માતઃ સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લેતા 4 લોકો ઘાયલ અને 1નું મોત