Surat News: સુરતમાં ઓરેન્જ BRTS બસ ચાલકોએ હડતાળ કરી હતી. આ હડતાળના લીધે સુરતના લાખો મુસાફરોને અસુવિધા થઈ હતી. સુરત મહાનગરપાલિકાએ મુસાફરોને આ અસુવિધા બદલ ઓરેન્જ BRTS બસ એજન્સીને હડતાળ મુદ્દે દંડ ફટકાર્યો છે. સુરત મહાનગરપાલિકાએ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે.
બુધવારે સુરત બીઆરટીએસના 70થી વધુ ડ્રાઇવરોએ હડતાળ કરી હતી. તેમણે પગાર વધારાની બાબતને લઈને હડતાળ કરી હતી. તેના લીધે બીઆરટીએસમાં મુસાફરી કરતાં હજારો યાત્રીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી. સુરતની ભેસ્તાના ડેપોના બીઆરટીએસ બસ ડ્રાઇવરોએ હડતાળ કરી હતી.
સુરત મનપાએ હડતાને ગંભીર રીતે લીધી હતી. બસ ઓપરેટ કરતી એજન્સીને આ હડતાળના પગલે દસ લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો. સુરત મ્યુનિસિપલ કમિશ્નરનું આ અંગે કહેવું છે કે મુસાફરોને અસુવિધા ન પડે તે જોવાની જવાબદારી બસ એજન્સીની છે. બસ એજન્સી આ મુદ્દે નિષ્ફળ જવાના પગલે તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ દંડ ફટકારવાના લીધે ભવિષ્યમાં પણ બીજી કોઈપણ બસ એજન્સી આ પ્રકારે મુસાફરોને અસુવિધા પડે તેવું પગલું નહીં લે. તેની સાથે ભવિષ્યમાં બીજી એજન્સીઓ પણ આ બધા પરિબળોને ધ્યાનમાં રાખને વૈકલ્પિક વ્યવસ્થા પણ તૈયાર રાખશે. આ રીતે કોઈ એજન્સીના ડ્રાઇવરો હડતાળ પાડીને લોકોને બાનમાં લઈ શકે નહીં. એજન્સીએ તેના માટે તૈયારી રાખવી જ રહી અને તેની પાસે તેના માટેનો વિકલ્પ હોવો જોઈએ.
આ પણ વાંચો: સુરત મ્યુનિ.નો 400 કરોડથી વધુ રકમની સરપ્લસ આવકનો લક્ષ્યાંક
આ પણ વાંચો: સુરત મ્યુનિ. બજેટમાં વિઝન 2047 પર ફોકસ કરવામાં આવ્યું
આ પણ વાંચો: સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ