Surat News : સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે, સુરત (Surat) કોર્ટે સુનવણી કરીને જામીન ના મંજૂર કર્યા છે, કોન્ટ્રાકટરને 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત (Surat)કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. કોન્ટ્રાકટરે બોગસ પાવર બનાવી બજાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી.
મળતી માહિતી મૂજબ સુરત (Surat) ભાગીદારીની પેઢીની ઓફિસ પર કનૈયા કોન્ટ્રાક્ટરે મોર્ગેજ લોન લીધી હતી. ચીટિંગ કેસમાં નયનાબેન, લાલભાઈ કોન્ટ્રાક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભાગીદારોને જાણ કર્યા વગર અંધારામાં રાખી લોન લેવામાં આવી હતી.
લોન લીધા બાદ કંપનીમાંથી બાકી લોન મામલે નોટિસ આવતા ભોપાળું બહાર આવ્યું હતું. નયનાબેન તથા તેમના પતિ હેમંતભાઈ દુબઈ, લંડનના પ્રવાસે હતા ત્યારે કારસો રચી બોગસ સહી કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી. છેતરપિંડી કરનારે મોર્ગેજ લોન લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. સમગ્ર મામલો ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યો, તેની આગળની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ક્રાઉડ ફંડિંગ કંપની સાથે ચીટિંગ : અન્યના બાળકને પોતાનું જણાવી ઉઘરાવ્યું ફંડ, આ રીતે ફૂટ્યો ભાંડો
આ પણ વાંચો: શહેરમાં વધી રહ્યા છે ઓનલાઇન ફ્રોડ, એક દિવસમાં 25 વ્યક્તિઓ સાથે ઓનલાઇન ચીટિંગ