સુરત/ 14 વર્ષથી ફરાર ડબલ મર્ડરનો આરોપી આખરે ઝડપાયો

ડબલ મર્ડર કેસનો આ આરોપી 2009થી ફરાર હતો. સતત જગ્યાઓ બદલતો રહેતો હોવાથી પોલીસ તેને પકડી શકતી ન હતી.

Gujarat Top Stories Surat
આરોપી

@નિકુંજ પટેલ

ડબલ મર્ડર કેસમાં 14 વર્ષથી એક હત્યારો સુરત પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ડબલ મર્ડર કેસનો આ આરોપી 2009થી ફરાર હતો. સતત જગ્યાઓ બદલતો રહેતો હોવાથી પોલીસ તેને પકડી શકતી ન હતી. 14 વર્ષમાં તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો હતો જેને કારણે તને ઓળખવો મુશ્કેલ બની ગયો હતો.

સુરત પોલીસે છત્તીસગઢના રાયપુરથી આ હત્યારાને ઝડપી લીધો છે. 2009માં તેણે બે જણાની હત્યા કરી નાંખી હતી. ત્યારથી તે ફરાર હતો. ત્યારથી તે તેના ઠેકાણા બદલી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તે ચણા વેચી રહ્યો હતો.

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે ઓપરેશન ફરાર હેઠળ જેમના નામે ઈનામ રખાયા હતા તેમનું લિસ્ટ તૈયાર કર્યું હતું. તેમાં 16 આરોપીના નામ હતા. આ ઓપરેશન હેઠળની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે 10 હજારનું ઈનામ ધરાવતા આરોપીને 14 વર્ષ બાદ ઝડપી લીધો હતો.

સુરતના ડીસીપી ભગીરથ ગઢવીના જમાવ્યા મુજબ 2009માં સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ફાયરિંગ કરીને બે જણાની હત્યા કરવામાં આવી હતી. તે સમયે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. જોકે આરોપી મહેન્દ્ર પ્રતાપ સિંહ ફરાર થઈ ગયો હતો. તેને ઝડપી લેવા પોલીસની ટીમ અનેક વખત તેના ગામ ગઈ હતી, પણ તેનો પતો લાગ્યો ન હતો. દરમિયાન એલસીબી પોલીસને માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર ચિત્રકૂટમાં છુપાયો છે. પોલીસની ટીમ ચિત્રકૂટ જવા માટે સુરતથી રવાના થઈ પણ ત્યાં પહોંચે એ પહેલા મહેન્દ્ર ભાગી ગયો.

ફરીથી પોલીસને માહિતી મળી કે મહેન્દ્ર રાયપુરમાં પોતાની ઓળક છુપાવીને ચણા વેચી રહ્યો છે. જેને કારણે તેને ઓળખવો મુશ્કેલ હતો. પોલીસે તેને ઓળખવા તેના સોશિયલ મિડીયા એકાઉન્ટની મદદ લીધી..

પોલીસે તેના એકાઉન્ટમાંથી ફોટો લઈને તેના જુના ફોટા મેચ કર્યા. જેને આધારે પુછપરછ કરવામાં આવી અને તેને ઝડપી લેવામાં આવ્યો. ડીસીપી ગઢવીના જણાવ્યા મુજબ રાયપુર પહોંચ્યા બાદ આરોપીને પકડવા પોલીસે પોતાની વેશભુષા બદલવી પડી હતી. ઘણા દિવસો સુધી આપરોપી પર નજર રાખવામાં આવી હતી. બાદમાં રાયપુરમાં અટલ એક્સપ્રેસ હાઈવે પર ચણા વેટતા ઝડપાઈ ગયો હતો. આ ઓપરેશન સુરત પોલીસની ડીસીપી ઝોન-2ના ડીસીપી ભગીરથ ગઢવીની એલસીબી સ્ક્વોડે પાર પાડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: