Surat News : નવા કતારગામ વિસ્તારમાં ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હોવાના અહેવાલો હતા. કેદાર નામના બાળકની શોધખોળ માટે વડોદરાથી NDRFની ટીમની મદદ લેવામાં આવી હતી. જો કે તંત્રની કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો હતો. 24 કલાકની મહેનત બાદ મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. હાલ બાળકના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બીજીતરફ બાળકના મોતથી ઉશ્કેરાયેલા પરિવારનો યુવક મેયરને મારવા માટે દોડ્યો હતો. આ યુવક હાથમાં દંડો લઈને મેયર પાછળ પડ્યો હતો. જો કે હાજર પોલીસ કર્મીઓએ યુવકને અટકાવ્યો હતો. બાદમાં મેયર કારમાં બેસી હોસ્પિટલ માંથી રવાના થઇ ગયા હતા.
ઘટનાની મળી રહેલી વિગતો અનુસાર ગઈકાલે સાંજે સુરતના નવા કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક ૩ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. પરિવારના સભ્યોએ બાળકની શોધખોળ કરી હતી પણ અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. શહેરના સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઇ વેગડ તેના માતા સાથે બહાર ગયો હતો. આ દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે માતાનો હાથ છોડાવીને બાલ દોડ્યું હતું તે દરમિયાન જ રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં બાળક પડી ગયું હતું.
ગઇકાલ સાંજથી જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને બચાવવ માટેની કામગીરીમાં લાગ્યા હતા. જો કે ગટરની અંદર પાણીના ભારે પ્રવાહને કારણે બાળક તણાઇને ઘણું આગળ પહોંચી ગયું હતું. ગટરના ખુલ્લા ઢાંકણાને સર્જાયેલી દુર્ઘટનાના વિરોધમાં વિરોધ પક્ષ સહિત મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે સુરત મનપાની આવી ગંભીર બેદરકારીના લીધે એક કુમળા બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી
આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી