22 – 22 અંતિમયાત્રાનાં દર્શ્યો સુરત સહિત રાજ્ય જ નહીં દેશનું દિલ પણ દહેલાવી દેશે. સુરતમાં સરથાણાનાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓનાં જીવ ગયા છે. 16થી વધુ વિધાર્થીઓ જીવતા ભૂંજાઇ ગયા તો બાકીના વિધાર્થીઓ આગથી બચવા ચોથા માળેથી મારેલ મોતની છલાંગમાં મૃત્યુ પામ્યા. સુરતની ગોઝારી આગની ઘટનાના પડઘા ગાંધીગનર-દિલ્હીથી લઈને સમગ્ર દેશમાં જોવા મળ્યા હતા. સરકારી તંત્ર સફાળું જાગી ગયું અને રાજ્યભારમાં બિલાળીનાં ટોપની જેમ જ્યાં ને ત્યાં ઉગી નિકળેલ ટ્યુશન ક્લાસીસો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સુરતનાં ક્લાસીસ સંચાલકો સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
22 વિધાર્થીનો ભોગ લેનાર તક્ષશિલા કોમ્પ્લેક્ષ
પાસે આપ્યું બંધનું એલાન, ભારેલ અગ્ની જોવ સ્થિતિ
એક તરફ જ્યાં એક સાથે 22 અંતિમયાત્રાનાં દર્શ્યો સુરત સહિત દરેક માણસનાં દિલ હચમચાવી દેશે ત્યારે બીજી તરફ સરકારની આ મામલે ઉદાશીનતાને લઇને વિપક્ષ અને ખાસ કરી પાસ દ્રારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાસેતો આજે જ્યારે તમામ વાલસોયાઓની અંતિમયાત્રાની કળવાની છે ત્યારે સુરત બંધનું એલાન કરી દીધું છે. પાસનાં સુરત બંધનાં એલાનનાં પગલે સુરતમાં ભારેલ અગ્ની જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આવા સર્જાયા સુરતમાં મોતનાં તંડવનાં દર્શ્યો…..