માંડવી તાલુકાના માલધા ગામે રહેતાં 60 વર્ષીય આધેડ વિનોદભાઇ છોટુભાઇ ચૌધરી કે જેઓ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને છેલ્લાં ઘણાં સમયથી દમ અને કફની બીમારીથી કંટાડીને પોતાનું જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. આ આધેડને કફની સામાન્ય બીમારી હતી પરંતુ ઘણી દવાઓ કરવા છતા બીમારીનું નિદાન અને સારવાર બરાબર નહીં થતા આખર આધેડે મોતને વ્હાલું કરવાનું નક્કી કર્યું હતુ.
વધુ વિગત અનુસાર વિનોદભાઈએ પોતાના ઘરમાં લાકડાનાં શેડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પરિવારાજનો પહોચી જતા તેઓને તાત્કાલિક 108ની મદદથી પહેલા માંડવી ખાતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેઓની તબિયત નાજુક જણાતા બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ આધેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.
સરદાર સ્મારક હોસ્પિટલ , ઇમરજન્સી વિભાગનાં તબીબ મોહિની તમાકુવાલાએ જણાવ્યા અનુસાર હાલ દર્દીને વેંન્ટિલેટર પર મુકવામાં આવ્યાં છે. તેઓનું એક્સરે કરાવવામાં આવ્યુ છે. જે જોતાં તેઓને ટીબીની જૂની બીમારી હોવાનું જાણવા મળી રહ્યુ છે. દર્દીનુંસીટી સ્કેન કરવામાં આવશે બાદમાં સાચું કારણ જાણવા મળશે. જોકે દર્દી વ્યસન કરવાનાં આદી હોઇ જેથી તેઓને આ બીમારી આવી હોવાનું લાગી રહ્યુ છે.
આ પણ વાંચો : ગણદેવીમાં પ્રદેશપ્રમુખ પાટીલે બે ધારાસભ્યોનાં આંતરિક વિવાદને સ્વીકારતા કરી આવી વાત….