સુરત
સુરતમાં ભાજપના પૂર્વ ધારાસભ્યજયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરીયાદનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલા સીપી ઓફિસે જવાબ લખાવવા પહોંચી હતી. આ મામલે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું .જેમાં 4 કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
પીડિત યુવતી પોલીસ કમિશ્નર કચેરી પહોંચતા જ અહીં હાઈવોસ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. યુવતી પહોંચતા જ પોલીસે તેની કારનો કબજો લઈ લીધો હતો અને તેને લઇને ક્રાઇમ બ્રાંચ પહોંચી હતી.
આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ક્રાઇમ બ્રાંચ પહોંચ્યા હતા. ક્રાઇમ બ્રાંચના ગેટ પર પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ પીડિત યુવતીની ક્રાઇમ બ્રાંચ ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસની કામગીરીમાં દખલ કરવા બદલ કાર્યવાહી કરાશે. સીપી ઓફિસ બહાર કોઈ અઈચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. મહિલા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પહોંહ્યા. સાથે જ ઝોન 1 ડીસીપી અને તપાસ કરનાર સરથાણા પીઆઇ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા.