સુરત,
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરક્યુલર જાહેર કર્યો છે. 26 જાન્યુઆરીએ તમામ સ્કૂલોમાં ભારતમાતાનો ફોટો મૂકીને પૂજા કરવી. તમામ વિદ્યાર્થી, વાલી, શિક્ષકો, મહેમાનો પાસે પણ પૂજા કરાવવા માટેનું પણ શિક્ષણ સમિતિએ સૂચન કર્યું છે.
આ ઉપરાંત ભારત માતની તસ્વીર સ્કૂલની દિવાલ પર કાયમી મુકવાની રહેશે તેમ પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે, નગર પ્રાથમિક સમિતિની 350 જેટલી શાળાઓ છે. જેમાં તમામ ધર્મના લોકો અભ્યાસ કરે છે. જેથી વિવાદ થવાની સંભાવના દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે શાસનાઅધિકારી વિમલ દેસાઇએ ભારત માતાનો ફોટો મુકવાનો આદેશ આપ્યો હતો.