ગુજરાત/ રખડતા કૂતરાની ખતરાની ઘંટી છેવટે સુરત મનપાની સમજાઈ, શ્વાનોની ખસીકરણની ઝુંબેશે વેગ પકડ્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ડોક્ટરોની ટીમ વધારવામાં આવી છે. શ્વાન પકડવા માટે આ ઉપરાંત રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવા માટે પણ સ્ટાફ વધારવામાં આવ્યો છે. હાલ 4 વેટેનરી ડોક્ટર દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે

Gujarat Surat
સુરત

@અમિત રૂપાપરા 

સુરતમાં શ્વાનના આતંકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરત મનપાના માર્કેટ વિભાગ દ્વારા રસિકરણ અને ખસીકરણની કામગીરી વધારવામાં આવી છે. અગાઉ બે ટીમો કાર્યરત હતી જે વધારીને 6 ટીમ કરવામાં આવી છે. તો ડોગ રાખવાની કેપેસિટી જે 250 ની હતી તે વધારીને 450ની કરવામાં આવી છે અને પ્રતિદિન 65થી 70 શ્વાનના ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શ્વાન કરડવાના કારણે બે બાળકોના મોત થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ડોક્ટરોની ટીમ વધારવામાં આવી છે. શ્વાન પકડવા માટે આ ઉપરાંત રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવા માટે પણ સ્ટાફ વધારવામાં આવ્યો છે. હાલ 4 વેટેનરી ડોક્ટર દ્વારા ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે અને શ્વાન પકડવા માટે અગાઉ જે બે ટીમો હતી તેને વધારીને 6 ટીમો કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે, પ્રતિદિન સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા 65થી 70 શ્વાનના ખસીકરણની કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા પાસે 250 શ્વાનને રાખી શકાય તેટલી કેપેસિટી હતી અને હવે આ કેપેસિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને એક સાથે 450 જેટલા શ્વાનને રાખી શકાય તેટલી કેપેસિટી કરવામાં આવી રહી છે. એટલે કે હાલ જે શહેરમાં શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ખસીકરણ અને રસીકરણની ઝુંબેશ પણ ખૂબ જ ગતિથી આગળ વધારવામાં આવી છે અને પ્રતિદિન 65 થી 70 જેટલા ખસીકરણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો