Surat News: સુરતમાં 22 હજારથી વધારે મ્યુનિસિપાલિટી (Surat Municipality) કર્મચારીઓને વહેલો પગાર ચૂકવવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 25 ઓક્ટોબર સુધીમાં પગાર ચૂકવશે. આમ સુરત મનપાના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર મળી જશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ઓક્ટોબર માસનો પગાર વહેલો ચૂકવવાની દરખાસ્ત કરવામાં આવી છે. દરખાસ્તને મંજૂરી મળવાની સાથે જ કર્મચારીઓને 150 કરોડનો પગાર ચૂકવાશે. તેની સાથે ચોથા વર્ગના કર્મચારીઓને આપવામાં આવતું ફેસ્ટિવલ એલાઉન્સ આપવામાં આવશે. આમ એસએમસી પગાર ચૂકવણી તથા ફેસ્ટિવલ એલાઉન્સ એમ બંને મળીને કુલ રૂ. 160 કરોડની ચૂકવણી કરશે.
ઉલ્લેખનીય છે કે દિવાળી (Diwali) નિમિત્તે સરકાર ઓક્ટોબરના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી (Advance Payment) 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચૂકવણી એડવાન્સમાં કરાશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. સીએમ સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે. સરકારનો આ નિર્ણય ભવિષ્યમાં પણ બીજી સરકારો માટે પથદર્શક નીવડી શકે છે. તેથી ભવિષ્યમાં આ રીતે દિવાળી જ્યારે મહિનાના અંતમાં આવે તે સમયે સરકારો પગાર મહિનો પૂરો થયા અગાઉ ચૂકવી શકે છે. આ જ રીતે સરકારો ખાનગી ક્ષેત્રની કંપનીઓને પણ વહેલી ચૂકવણી માટે પ્રોત્સાહિત કરી શકે છે.
આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકોનો નાસ્તો બંધ કરાશે
આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ
આ પણ વાંચો: ઢોર પણ ન ખાય એવું અનાજ બાળકો માટે! શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં અસંખ્ય જીવાત