સુરતની પુના ગામ વિસ્તારની હરિધામ સોસાયટી માં રહેતા છગન વાળાએ ગત રાત્રી દરમિયાન પોતાની પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસીડ વડે હુમલો કર્યો હતો. મધરાત્રીએ પરિવારના સભ્યો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે છગન વાળાએ પરિવારના સભ્યો પર એસીડ વડે હુમલો કર્યો હતો. નાશી છુટ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર છગન વાળાએ પારિવારિક કલેશ અને આર્થિક તંગીથી કંટાળીએ આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણોમાં બહાર આવ્યું છે. જાણવા મળ્યા મુજબ આર્થિક તંગી ને લઇ ને છેલ્લા ત્રણ વર્ષથી પરિવારમાં આર્થિક તંગીને લઈને કલેશ ભર્યું વાતાવરણ હતું. મંદી ભર્યા માહોલ ને કારણે છેલ્લા ઘણા સમયથી છગન પાસે કોઈ કામ નહતું. અને વધુમાં દારુ પીવાની કુટેવ પણ હતી. હંસાબેન અને તેમની બંને દીકરી સાડીમાં ટીક્કા ટાંકી ને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેવામાં છગનની પૈસા માટેની માંગણીઓ પૂરી ના કરી શકતા અવારનવાર પૈસાને લઈને ઘરમાં કલેશ સર્જાતો હતો.
મધ્યરાત્રીએ આશરે 2.30 વાગ્યે પરિવારના સભ્યો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે છગને પોતાની પત્ની હંસાબેન વાળા, પુત્રી પ્રવિણાબેન વાળા, પુત્રી અલ્પાબેન વાળા અને એમબીબીએસમાં અભ્યાસ કરતા પુત્ર ભાર્ગવ વાળા પર એસીડ ફેકીને નાશી છૂટ્યો હતો.
એસિડની અસરને કારણે પરિવાર જનોએ બુમાબુમ કરતા નાનો પુત્ર તરુણ વાળા પણ દોડી આવ્યો હતો. બુમાબુમ સાંભળીને આજુબાજુના લોકો પણ એકઠા થઇ ગયા હતા. તમામ ઈજાગ્રસ્ત પરિવારજનોને 108 બોલાવી સારવાર અર્થે નજીક ની સ્મીમેર હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. પુના ગામ પોલીસે આ સંદર્ભે ગુનો નોધી વાળું તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.