સુરત,
સુરતમાં ‘ચોકીદાર જ નહી કોર્પોરેટરો પણ ચોર છે’ ના પોસ્ટર લાગ્યા હતા. લાંચ લેતા ઝડપાયેલા ભાજપના ચાર કોર્પોરેટરનો પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો. બે દિવસ પહેલા પકડાયેલા જયંતિ ભંડેરી અને તે પહેલા પકડાયેલા નેન્સી સુમરા, મીના રાઠોડ અને વીણા જોશીના નામ પણ પાોસ્ટરમાં હતા.
કોર્પોરેટરે ગ્રાંટમાંથી મુકેલા બાંકડા પર નામની આગળ લાંચિયા શબ્દ ઉમેરાયો હતો. ઉલ્લેખનીય છે કે કાલે રાત્રે માત્ર જયંતિ ભંડેરીના નામના પોસ્ટર લાગ્યા હતા. રાહુલના દક્ષિણ ગુજરાતના પ્રવાસ પહેલા રાજકારણમાં ગરમાટો, યુથ કોંગેસ, પાસ અને આપ સક્રિય છે. પોસ્ટરમાં ખાતો નથી ને ખાવા દેતો નથી? પર પણ વ્યંગ કરાયો. આવા લાંચિયા કોર્પોરેટરોને ન ચૂંટવા પોસ્ટરમા અપીલ કરાઇ હતી.