સુરત,
સુરતમાં મેટ્રો ટ્રેનના નામે રૂ. 3.95 કરોડની છેતરપિંડી સામે આવી છે. જેમા ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી,યુપી અને બિહારથી આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રન્ચે 3 શખ્સની ધરપકડ થઇ છે. મેટ્રો ટ્રેનમાં પબ્લિક ભાગીદારીના નામે રોકાણ કરાવતી હતી. છેતરપિંડીમાં 17 લોકોની ગેંગ સામે ફરિયાદ નોંધાઇ છે. ભારત સરકારના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી લોકોને ફસાવતા હતા.