સુરતમાં સ્કૂલવાનના ભાવ વધારાને લઈને શાળા સંચાલકોએ મોટું પગલું ભર્યું છે. શહેરમાં શાળા સંચાલકોએ વાલીઓ પાસે ડિકલેરેશન ફોર્મ ભરાવ્યું. શાળા સંચાલકોના આ પગલાને તેમની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ માનવામાં આવે છે. આ ડિકલેરેશન ફોર્મ મુજબ સ્કૂલ વાન ચેક કરી બાળકને શાળાએ મોકલવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્કૂલવાનમાં ભાવ વધારા બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને આ મામલે શાળાની કોઈ જવાબદારી ના રહે માટે સંચાલકોએ પણ સુરક્ષાને લઈને પોતાના હાથ અધ્ધર કરી દીધા હતા. શાળા સંચાલકોએ બાળકોની સુરક્ષાની જવાબદારી માથે ના રાખતા વાલીઓ પાસે સેલ્ફ ડીકરેશન પત્રમાં સહી કરાવી. આ સેલ્ફ ડીકરેશન પત્ર મુજબ સ્કૂલવાનની વર્ધી દરમ્યાન કાંઈ થશે તો જવાબદારી મારી રહેશે તેમ માનવામાં આવશે.
જણાવી દઈએ કે શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવમાં વધારો કર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કર્યો છે. RTO રજિસ્ટ્રેશન, ફિટનેસ, પાસિંગનો બોજો આવતા ભાવ વધાર્યો છે. રિક્ષાના ભાવમાં રૂ.100 અને વાનના ભાવમાં રૂ.200 વધાર્યા છે. આખા રાજ્યમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે. સ્કૂલવાનના ભાવમાં અચાનક વધારો થતા વાલીઓ પણ રોષે ભરાયા છે. શાળાઓ શરૂ થતા વાલીઓ પર શૈક્ષણિક ફી સાથે વધુ બોજો પડી શકે છે.
એકબાજુ શાળા સંચાલકો સ્કુવાનમાં કરાતી વર્ધીને લઈને જવાબદારીમાં છટકવા માંગે છે ત્યારે રાજકોટના સ્કૂલવાન સંચાલકો પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને અધિકારીઓને રજૂઆત કરી છે. સ્કૂલવાન સંચાલકોએ ગતિ મર્યાદા વધારવા રજૂઆત કરી છે. સ્કૂલવાન સંચાલકોની માંગ છે કે શાળાકીય સત્ર શરૂથાય તે પહેલા તેમની માંગણી પૂર્ણ કરવામાં આવે. સ્કૂલવાન સંચાલકોનું કહેવું છે કે આરટીઓના નિયમોમાં કેટલીક ખામીઓ છે. આ ખામીઓના કારણે તેમણે બાળકોને વાનમાં ઘેટાંબકરાંની જેમ ભરવા પડે છે. આથી વાનસંચાલકોએ રાજકોટ શહેરના કલેકટરને રજૂઆત કરી કે સ્કૂલવાનની ગતિ મર્યાદા 20 કિ.મી.થી વધારી 40 કિ.મી. કરવામાં આવે. આ સાથે તેમણે બાળકોની સુરક્ષાને લઈને ફાયર સેફ્ટીના સાધનો રાખવાની પણ બાંહેધારી આપી છે. જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયરસેફ્ટી અને બીયુ પરમિશનનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. અધિકારીઓ પર આ મામલે તવાઈ આવતા હવે રાજ્યભરમાં સુરક્ષાને લઈને સઘન કામગીરી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં