સુરત
સુરતના રહેમતનગર પાસે ભંગારનું ગોડાઉન ધરાવતા એક વ્યક્તિ પર બે યુવાનોએ ફાયરીંગ કર્યાની ઘટના બનવા પામી હતી.. જેમાં પુત્રએ સાવકા પિતા પર બપોરે ત્રણ વાગ્યે ફૂલવાડી, ભરીમાતા રોડ ખાતે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું.
આ ગોળી જમણી પીઠમાં ઘૂસી ખભા તરફ આરપાર નીકળી ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ અકબર શાને લીલા મિયાત્રા નામની મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. ત્યારબાદ છેલ્લા 20 દિવસથી આ મહિલાને પોતાની સાથે રાખી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ફાયરીંગ કરનાર યુવકની માતા સાથે ભોગ બનનાર વ્યક્તિના અનૈતિક સંબંધો હતા. જે વાત યુવકને પસંદ ન આવતા તેણે ફાયરીંગ કરવાનો કારસો રચ્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી હતી.