- સુરત:ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગનો સપાટો
- 362 દુકાનો અને ઓફિસો કરવામાં આવી સીલ
- આજે સવારે મનપા દ્વારા કરવામાં આવી કામગીરી
- દુકાનો, ટ્યુશન કલાસ, હોટેલ, સહકારી બેંકો સીલ
- ફાયર સેફ્ટીના અભાવે જહાંગીરપુરામાં ઓફિસો સીલ
- વારંવારની નોટિસ છતાં ફાયર સેફટી ઉપલબ્ધ નહીં
ગુજરાતમાં વારંવાર બનતી આગની ઘટનાઓમાં સુરત મોખરે રહેતું હોય તેમ લાગી રહ્યું છે. છાસવારે ક્યાંક ને ક્યાંક સુરત ખાતે આગજનીની ઘટનાઓ જોવા મળે છે. સુરત ફાયર વિભાગની સાવચેતી છતાય વારે વારે આ ઘટનાનું પુનરાવર્તન થતું રહે છે. ફરીએક વાર સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી મુદ્દે સપાટો બોલાવવામાં આવ્યો છે.
સુરત ફાયર અને મનપા દાવર ફાયર સેફટી મુદ્દે દુકાનને નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ દુકાન ધારકો દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરવામાં આવતા જહાંગીરપુરા ખાતે દુકાન, ટ્યુશન કલાસ, હોટેલ, સહકારી બેંકો સીલ મારવામાં આવ્યા હતા. સુટેક્ષ કોઓપરેટિવ બેંક અને સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની શાખા પણ સીલ કરવામાં આવી હતી. 362 દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવી હતી.
ફાયર વિભાગનું અધ્યતન રૂપ
તો સાથે સાથે સુરત ફાયર વિભાગને અદ્યતન બનાવવાની કામગીરી હાથ પર લીધી છે. મહાનગરપાલિકા ફાયર વિભાગ માટે માટે લેડરની ખરીદી કરશે. 22 માળ સુધી પહોંચી શકાય એવા લેડરની મનપા દ્વારા ખરીદી કરવામાં આવશે. આ માટે 6 કરોડ રૂપિયાના ખર્ચે મનપા લેડર ખરીદશે. 42મીટર અને 64મીટર ઊંચી લેડર ખરીદવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.