Surat News : સુરતના ઉમરવાડામાં માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં બીજી દીકરી જન્મતા સાસરિયાઓએ વહુને ઝેર પિવડાવ્યું છે,જેના કારણે વહુને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે,પુણા પોલીસે પતિ,નણંદ,સાસુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અગાઉ પણ વહુને માનસિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ પિયર પક્ષના લોકોએ લગાવ્યો છે.
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના સુરતના પુણા વિસ્તારમાં બની હતી જેમાં મહિલાને પહેલા ખોળે દીકરી હતી અને ફરી વખત દીકરીનો જ જન્મ થતા સાસરિયાઓનો પીત્તો સાતમાં આસમાને ગયો અને તેનું પરિણામ અને હેરાનગતિ મહિલાને ભોગવવાનો વારો આવ્યો છે,ત્રણ વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા.મહત્વનું છે કે પતિ અને નણંદ દ્રારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે,જેમાં વહુનું મોઢુ દબાવી તેને ઝેર પીવડાવવામાં આવ્યું છે.
પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.દેસાઈ અને તેમની ટીમ દ્રારા તાત્કાલિકમાં આરોપીઓને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો અને તેમને જેલ હવાલે કરી દીધા છે,પોલીસે પણ મહિલાનું નિવેદન લીધુ છે અને તાત્કાલિક ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી છે,ભોગ બનનાર મહિલાના પિયરપક્ષના લોકોની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે,ત્યારે મહિલા જલદીથી સ્વસ્થ્ય થઈ જાય તેવી આશા મહિલાના પિયરપક્ષના લોકો રાખી રહ્યાં છે,અગાઉ પણ મહિલાને તેનો પતિ માર મારતો હોવાની વાત સામે આવી છે.
17 જાન્યુઆરી 2025ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં દીકરીએ ઊંધમાંથી ઉઠીને રડી રહી હતી, જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો. આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝગડો કરી તમાચા મારી દીધા હતા. આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો.
આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ અને જામનગરના કોર્પોરેટર સામે થયેલી ફરિયાદ રદ કરવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી
આ પણ વાંચો: જામનગરના બીજલકા ગામના સરપંચની બીમારીથી કંટાળી જઇ આત્મહત્યા
આ પણ વાંચો: જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો